Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

૧ દિ'માં ૯૬૫૫૧ કેસ : ૧૨૦૯ લોકોના મોત

દેશનો મૃત્યુઆંક ૭૬૨૭૧ : કુલ કેસ ૪૫,૬૨,૪૧૪

નવી દિલ્હી તા. ૧૧ : કોરોના વાયરસના કેસની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૬૫૫૧ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન ૧૨૦૯ લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૪૫૬૨૪૧૪ થઇ ગઇ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોનાના ૯,૪૬,૪૮૦ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં ૭૬૨૭૧ લોકોના જીવ ગયા છે.  રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં ૩૫૪૨૬૬૩ લોકો સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૬૩,૫૪૨ કોરોના તપાસ થઇ અત્યાર સુધીમાં ૫,૪૦,૯૭,૯૭૫ની તપાસ થઇ છે.

મહારાષ્ટ્રમાં ૨૩૪૪૬ નવા કેસ સામે આવ્યા છે અને કુલ કેસની સંખ્યા ૯,૯૦,૭૯૫ થઇ છે. ૪૪૮ના મોત સાથે કુલ મૃતકોની સંખ્યા ૨૮૨૮૨ થઇ છે. મુંબઇમાં ૩૮ મોત સાથે ૮૦.૨૩ કુલ આંક થયો છે.

(11:14 am IST)