Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સાઉથ આફ્રિકા ક્રિકેટનું ભાવિ અધ્ધરતાલ : ક્રિકેટ બોર્ડને વિખેરી દેવાયું : ઓલમ્પિક બોડીએ બોર્ડનો લીધો કબ્જો

ICC સાઉથ આફ્રિકાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર કરી શકે

વિશ્વમાં ભારે લડાયક અને થોડે આંશે મેચ વિનીગ માટે અનલકી પણ મનાતી સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ ફરી અનલકી સાબિત થઇ હોઇ તેવી રીતે સાઉથ આફ્રિકાન ક્રિકેટ માટે ખરાબ સમાચાર અવા સામે આવ્યા છે કે, સાઉથ આફ્રિકાન ક્રિકેટ બોર્ડ વિખેરી દેવાયું છે. સાઉથ આફ્રિકાન ઓલિમ્પિક બોડીએ સાઉથ આફ્રિકાન ક્રિકેટ બોર્ડનો કબ્જો લીઇ લીધો છે.

સાઉથ આફ્રિકાન ક્રિકેટ બોર્ડ વિખેરાતા સાઉથ આફ્રિકાન ક્રિકેટ ટીમને ભારે મુશ્કેલી પડવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. મુશ્કેલી એટલે જેવી તેવી નહી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર પણ થઈ શકે છે સાઉથ આફ્રિકાન ક્રિકટ  બોર્ડ વિખારી દેવામાં આવતા હવે નિયોમો અમુસાર ICC સાઉથ આફ્રિકાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર કરી શકે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સાઉથ આફ્રિકાન ક્રિકેટ ટીમ પહેલા પણ લાંબો ક્ષેત્ર સન્યાસ લઇ ચૂકી છે અને લાંબા ઇન્તજાર પછી પાછી ફરેલી સાઉથ આફ્રિકાન ક્રિકેટ ટીમ ફરી એક વખત અંધકારમય ભાવિ તરફ આગળ વધી રહી છે.

(9:34 am IST)