Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2024

થોડી તો શરમ રાખોઃ છોકરીએ દુકાનદારની સામે કપડા ઉતારીને નવા કપડા પહેરી લીધા

શું એક વેપારીની કોઈ સોશિયલ રિસ્‍પોન્‍સિબિલટી પણ છે કે નહીં તે કે પછી કસ્‍ટમર અને પોતાના વેપારને આગળ વધારવા માટે શોપ પર કસ્‍ટમરને પણ કંઈ પણ કરવાની પરમીશન આપી દેવી જોઈએઃ આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે

નવી દિલ્‍હી,તા. ૧૧: દિલ્‍હીમાં એક યુવતીની હદ પાર કરી દીધી છે. દિલ્‍હીના પાલિકા બજારમાં એક યુવતીએ એક દુકાનમાં ચેન્‍જીંગ રુમ હોવા છતાં પણ દુકાનના વેપારીઓની સામે કપડા બદલી લીધા હતા. યુવતીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો યુવતીએ ખુદ બનાવ્‍યો છે કે અન્‍ય કોઈએ બનાવ્‍યો તે જાણી શકાયું નથી.

રાજધાની દિલ્‍હીના કનોટ પ્‍લેસમાં આવેલ પાલિકા બજારમાં હંમેશાથી ચર્ચા રહી છે અને હવે ફરી એક વાર ચર્ચામાં આવ્‍યું છે. અહીં એક છોકરીએ કપડાની ખરીદી કરતી વખતે દુકાનની અંદર આવેલા ચેન્‍જીંગ રુમની જગ્‍યાએ બહાર જ દુકાનદારની સામે કપડા બદલી નાખ્‍યા હતા. છોકરીની આ હરકત હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેની કારણે પાલિકા બજાર ફરી એક વાર ચર્ચામાં આવ્‍યું છે.

વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, મહિલા ખુલ્લેઆમ શોપ પર શોર્ટ્‍સ ટ્રાઈ કરી રહી છે. તેના માટે તે શોપના ચેન્‍જીંગ રુમમો ઉપયોગ કરતી નથી. આ વીડિયો કોઈએ બનાવ્‍યો છે કે ખુદ યુવતીએ બનાવ્‍યો છે, તેના વિશે જાણી શકાયું નથી. ત્‍યારે આવ સમયે કોઈ પુરુષ તેને જોઈ રહે છે અથવા મહિલા પોતાના બાળકોને આવી યુવતીઓથી દૂર રાખે છે તો તેના પર અપમાનિત કરવા અથવા સ્‍ટોક કરવાનો આરોપ લગાવતી હોય છે.

સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરવા માટે કોઈ શોપકીપરને દુકાન પર કોઈ મહિલાઓને આવી રીલ બનાવવાની પરવાનગી છે. શું એક વેપારીની કોઈ સોશિયલ રિસ્‍પોન્‍સિબિલટી પણ છે કે નહીં તે કે પછી કસ્‍ટમર અને પોતાના વેપારને આગળ વધારવા માટે શોપ પર કસ્‍ટમરને પણ કંઈ પણ કરવાની પરમીશન આપી દેવી જોઈએ. આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર કમેન્‍ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્‍યું કે, આ વીડિયો આખો સ્‍ક્રિપ્‍ટેડ દેખાઈ રહ્યો છે. શોપકીપર પણ આ સ્‍ક્રપ્‍ટિંગનો ભાગ છે. જયારે કેટલાય યુઝર્સે યુવતીની આવી હરકતને શરમજનક ગણાવી હતી.

(10:05 am IST)