Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

અમેરિકા-ભારત માટે સંબંધ જાળવી રાખશે : અમેરીકા

યુક્રેન યુધ્‍ધમાં ભારતે મોકલેલ માનવતા સહાય અંગે અમેરિકાએ ભારતની મદદ અંગે રાજીપો વ્‍યકત કર્યો

યુક્રેન યુદ્ધમાં ભારતે મોકલાવેલી માનવીય સહાયના અમેરિકાએ ખૂબ વખાણ કર્યાં છે.

યુક્રેની લોકો માટે ભારતે દવાઓ અને બીજી જીવન જરુરી ચીજવસ્તુઓની એક મોટી ખેપ મોકલી આપી હતી. ભારતની આ મદદ અમેરિકાની પસંદ પડી છે અને હવે આજે પીએમ મોદી સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડને તેનો ખુલાસો કર્યો હતો. પીએમ મોદી સાથેની મીટિંગમાં બાયડને કહ્યું કે યુક્રેન યુદ્ધમાં ભારતે કરેલી માનવીય સહાય અમેરિકા વખાણે છે. બાયડને પીએમ મોદીને કહ્યું કે ભયાનક હુમલોના સામનો કરી રહ્યાં યુક્રેનના લોકોને ભારત તરફથી મળેલી માનવીય સહાયતાનું હું સ્વાગત કરુ છું. તેમણે કહ્યું કે રશિયન યુદ્ધની અસર ઓછી કરવા અને તેને પહોંચી વળવા માટે અમેરિકા અને ઈન્ડીયા ગાઢ સંબંધો જાળવવાનું ચાલુ રાખશે.

પીએમ મોદીએ બાયડનને કહ્યું કે અમારી સંસદમાં યુક્રેન મુદ્દે વિસ્તારથી ચર્ચા થઈ છે. હાલમાં યુક્રેનના બૂચા શહેરમાં સામાન્ય લોકોની હત્યાની ખબર ચિંતાજનક છે. અમે તેની ટીકા કરી છે અને કેસની નિષ્પક્ષ માગ ઉઠાવી છે. મોદીએ કહ્યું કે અમને આશા છે કે મંત્રણા દ્વારા સમસ્યાનો ઉકેલ આવશે. અમે અમારી વતી દવાઓ અને બીજા સામગ્રી યુક્રેનને મોકલી છે.

બાઇડેન સાથે વાત કરતા પીએમે કહ્યું કે તમે કહ્યું છે કે લોકતંત્રના માધ્યમથી સાર્થક પરિણામ મેળવી શકાય છે. આશા છે કે, ટૂંક સમયમાં જ યુક્રેન સંકટનો અંત આવશે.

મેં યુક્રેન અને રશિયા બંનેના રાષ્ટ્રપતિઓ સાથે ફોન પર ઘણી વખત વાત કરી છે, મેં માત્ર શાંતિ માટે જ અપીલ કરી નથી, પરંતુ મેં રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે સીધી વાતચીત કરવા સૂચન પણ કર્યું છે. યુક્રેનના વિષય પર પણ અમારી સંસદમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને અમે યુક્રેનમાં નાગરિકોની સુરક્ષા અને તેમને માનવતાવાદી સહાયના અવિરત પુરવઠાને પણ મહત્ત્વ આપ્યું છે. અમે અમારા વતી દવાઓ અને અન્ય રાહત સામગ્રી યુક્રેન અને તેના પડોશી દેશોમાં મોકલી છે. "યુક્રેનની માંગ પર, અમે ટૂંક સમયમાં દવાઓનો બીજો જથ્થો મોકલી રહ્યા છીએ.

પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે ભારત પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. વૈશ્વિક રાજકારણની દ્રષ્ટિએ અમેરિકા સાથેના આપણા સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ 75 વર્ષોમાં, અમારી મિત્રતા ભારત અને અમેરિકાના સંબંધોનું અભિન્ન અંગ રહી છે. વિશ્વની બે સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહી તરીકે, અમે સ્વાભાવિક ભાગીદારો છીએ: ફરી એક વખત તમારો ખૂબ-ખૂબ આભાર.

(11:54 pm IST)