Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

પશુ વેપારી પાસેથી ૮ કરોડની જુની ચલણી નોટ મળી : ૪ની ધરપકડ

નવી દિલ્‍હી,તા. ૧૧: હરિયાણાના જીંદ જીલ્લાના પિલ્લુખેડા ક્ષેત્રના હાડવા ગામમાં રદ ચલણી નોટો હોવાની સુચના મળતા પોલીસે એએસપી કુલદીપસિંહના નેતૃત્‍વમાં કાર્યવાહી કરતા ગામના પશુ વેપારીના ઘરેથી કરોડોની જુની ચલણી નોટો મળી આવી હતી.
ઉપરાંત પશુ વેપારીના ઘરેથી ફોટોસ્‍ટેટનું મોટું મશીન, નોટ કટર, સફેદ કાગળ અને ખાસ શાહીના ડબ્‍બા પણ પકડાયા હતા. જો કે પોલીસે અધિકારી રૂપે  તેની જાહેરાત નથી કરી. પણ સુત્રોના જણાવ્‍યા મુજબ લગભગ ૮ કરોડની જુની ચલણી નોટો હાથ લાગી હતી. પોલીસે ૪ લોકોની ધરપકડ કરી પુછપરછ આદરી છે.

 

(2:39 pm IST)