Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

કર્ણાટકમાં 'હિન્દૂ ટેરર 'મુદ્દો ભાજપે ઝડપ્યો :સંઘ,ભાજપ કાર્યકરોને આતંકી કહેવાના વિરોધમાં જેલભરો આંદોલન

 

કર્નાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ ભાજપ પર આરોપ લગાવતા મોટુ નિવેદન કર્યું હતું  સિદ્ધારમૈયાએ ભાજપ અને આરએસએસ તથા બજરંગ દળને આતંકવાદી કહ્યાબાદ ભાજપે તેના પર ઉગ્ર પ્રતિક્રિયાઓ આપી છે.

 

  સિદ્ધારમૈયાના નિવેદન બાદ બીજેપી એક્શન મોડમાં આવી છે. રાજ્યની બીજેપી નેતા શોભા કરંદલજે એલાન કર્યું છે કે બીજેપી કાર્યકર્તા શુક્રવારે આખા કર્નાટકમાં જેલ ભરો આંદોલન કરશે.તેણે કહ્યું કે અમે સરકારને કહીશું કે અમે બીજેપી અને આરએસએસથી છીએ,એટલે અમારી ધરપકડ કરી લો તેમણે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે કોંગ્રેસ અમારા પર બેન લગાવવાની વાત કરે છે પરંતુ તેણે ખુદ ખાલિસ્તાન, ઉલ્ફા અને લિટ્ટેનું સમર્થન કર્યું છે. મુખ્યમંત્રીને પોતાના નિવેદન પર માફી માંગવી જોઇએ.
 
મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યપ્રધાને કહ્યું કે આતંકી ગતિવિધિઓમાં જે પણ સંલિપ્ત હશે તેને સરકાર છોડશે નહીં. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFP) હોય કે, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI) હોય, બજરંગ દળ હોય કે વિશ્વ હિંદુ પરિષદ હોય કે અન્ય કોઇ સંગઠન.જો તે સમાજમાં સૌહાર્દ અને ભાઇચારા બગાડવાની કોશિશમાં સામેલ છે અને સાંપ્રદાયિકતા ફેલાવે છે તેને નહીં છોડવામાં આવે

(12:55 am IST)