Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

મહારાષ્ટ્ર્ના મુખ્યમંત્રી ફડણવીસનું હેલીકૉપટરને ચોથીવાર મોટી દુર્ઘટના ટળી

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ સાથે હતા:પ્રોગ્રામ પુરો કરીને બંને કારથી મુંબઇ રવાના મુંબઈ ;મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું હેલીકૉપટરને ચોથીવાર

મોટી દુર્ઘટના ટળી છે ફડણવીસના હેલિકોપ્ટરને ગુરૂવારે મુંબઇના ભાયંદર વિસ્તારમાં અકસ્માત થતાં બચ્યો હતો જાણવા મળતી વિગતો મુજબ પાઇલટ જ્યારે તેને સ્કૂલ ગ્રાઉન્ડના હેલિપેડ પર ઉતારી રહ્યો હતો, ત્યારે તેને અચાનક સામે કેબલ દેખાયો હતો જોકે પાઇલટે સમજદારી દાખવી અને લેન્ડીંગ પુરી થતાં પહેલાં ચોપરને ઉપર લઇ લીધું. પ્રકારે ઘટના ટળી ગઇ અને હેલિકોપ્ટરમાં બેઠેલા સીએમ ચોથીવાર અકસ્માતમાં માંડ-માંડ બચ્યા છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ તેમની સાથે હતા. પ્રોગ્રામ પુરો થયા બાદ તેઓ બંને પોતાની કારથી મુંબઇ રવાના થયા.

(12:23 am IST)