Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પશ્ચિમ બંગાળમાં ભાજપનું બે મહિનામાં બીજીવાર લઘુમતી સંમેલન

મમતા ના બ્રાહ્મણ કાર્ડ સામે ભાજપે મુસ્લિમ સંમેલન કર્યું :આ વર્ષની પંચાયતી ચૂંટણી જીતવા ભાજપની 30 ટકા મુસ્લિમ મતદારો પર મીટ

કોલકાતા :હિન્દુવાદી તરફી છાપ ધરાવતા ભાજપે પશ્ચિમ બંગાળની પંચાયતી ચૂંટણી જીતવા મુસ્લિમ મતદારોને આકર્ષવા કવાયત હાથ ધરી છે ભાજપ એક તરફ અન્ય રાજ્યોમાં હિંદુત્વના રથ પર સવાર થઈને ચૂંટણી જીતવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે ત્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપ પગદંડો જમાવવા માટે મુસ્લિમોને ગળે લગાડવાની પ્રયાસ રહ્યું છે પશ્ચિમ બંગાળના 30 ટકા જેટલા મુસ્લિમ મતદાતાઓ જોતા ભાજપ દ્વારા કોલકત્તામાં લઘુમતી સંમેલન આયોજિત કરાયું છે.પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના બ્રાહ્મણ કાર્ડના જવાબમાં ભાજપે મુસ્લિમ સંમેલનનું આયોજન કર્યું હોવાનું મનાય છે

   અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં લગભગ 30 ટકા મુસ્લિમોની વસ્તી છે. રાજકીય રીતે મુસ્લિમ વોટરો ઘણાં મહત્વપૂર્ણ છે.રાજ્યમાં હવે ડાબેરીઓ અને ટીએમસી બાદ હવે ભાજપે પણ મુસ્લિમોને રિઝવવાની કોશિશો શરૂ કરી છે 2018માં પશ્ચિમ બંગાળમાં યોજાનારી પંચાયતી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે મુસ્લિમ સંમેલનનું આયોજન કર્યું છે

(11:53 pm IST)