Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પાકિસ્તાન પાસે મોટી સેના અને પરમાણુ બૉમ્બ છે એટલે અમેરિકા સામે ઝુકવુ જોઈએ નહીં :આતંકી મસૂદ અઝહરની સલાહ

 

કરાચી :પાકિસ્તાન પાસે મોટી સેના એન પરમાણુ બૉમ્બ હોવાથી તેને અમેરિકા સામે નહિ ઝૂકવા આતંકી મસૂદ અઝહરે પાકિસ્તાનને સલાહ આપી છે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરે અમેરિકાને ધમકી પણ આપી છે. આતંકવાદી સંગઠન જૈશ--મોહમ્મદના ચીફ મસૂદ અઝહરે કહ્યુ છે કે, પાકિસ્તાન પાસે મોટી સેના અને પરમાણુ બોમ્બ છે અને તેથી અમેરિકા સામે ઝુકવું જોઈએ નહીં. અમેરિકા સાથે નવી દિલ્હી પણ હોવાનું જણાવીને આતંકી મસૂદ અઝહરે ભારતમાં આરએસએસ સરકાર ચલાવી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું

(11:07 pm IST)