Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સલમાનખાનના જીવને ખતરો :'રેસ -3'ના સેટ ઉપર હાથમાં હથિયાર લઈને એક વ્યક્તિ ઘુસ્યો

ફિલ્મસીટીમાં શૂટિંગ રોકી દેવાયું:સલમાનને છ પોલીસ સાથે સુરક્ષિત ઘેર પહોંચાડ્યો

મુંબઈ ;ફિલ્મ અભિનેતા સલમાનખાન અભિનીત ફિલ્મ રેસ -3ના સેટ ઉપર હાથમાં હથિયાર લઈને એક વ્યક્તિ ઘુસી જતા સેટ પર દોડધામ મચી જવા પામી હતી આ અંગે જાણ થતા પોલીસ સેટ પર પહોચી હતી. પોલીસને લાગ્યું કે, સમલમખાનના જીવને ખતરો છે તો તેમણે ફિલ્મનું શૂટિંગ રોકાવી દીધું હતું અને સલમાન ખાનને ત્યાંથી સુરક્ષિત ઘરે પહોચાડવામાં આવ્યા હતા ફિલ્મ સિટીમાં રેસ ૩ ના સેટ પર પોલીસ પહોચી હતી પોલીસે સલમાન ખાન અને પ્રોડ્યુસર રમેશ તુરાનીને કહ્યું કે, શૂટિંગ કેન્સલ કરવું પડશે જેટલું જલ્દી થઇ શકે સલમાન ખાનને સુરક્ષિત ઘરે પહોચાડવા પડશે. બાદમાં સલમાન ખાનને ૬ પોલીસવાળા સહિત એક અન્ય ગાડીમાં બેઠા અને સુરક્ષિત ઘરે પહોચાડવામાં આવ્યા હતા.

   અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જોધપુરના એક ગેંગસ્ટરે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ગેંગસ્ટરે ધમકી આપતા કહ્યું હતું કે,તે સલમાન ખાનને જોધપુરમાં મારશે.હાલમાં સલમાન ખાન 'રેસ ૩' ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ શરુ કરતા તેમણે આ ફિલ્મથી તેમનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો. ફિલ્મના ફર્સ્ટ લૂકમાં સલમાન ગુસ્સામાં દેખાઈ રહ્યા છે અને તે હાથમાં ગન પકડેલ નજર આવી રહ્યા છે.

(10:01 pm IST)