Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પીએસએલવી-સી૪૦ માટે કાઉન્ટડાઉન વિધિવત શરૂ

કાલે ૩૧ ઉપગ્રહોને લોંચ કરવા માટેની તૈયારી : ઇસરોના બધા ટોચના અધિકારીઓ ઉપસ્થિત :અમેરિકા, કેનેડા, ફ્રાન્સ સહિત છ દેશોના કુલ ૨૮ સેટેલાઇટ રહેશે

ચેન્નાઈ,તા. ૧૧ : ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અથવા તો ઇસરોએ પીએસએલવી-સી૪૦ કાર્ટોસેટ-૨ સેટેલાઇટ મિશન માટે કાઉન્ટડાઉનની શરૂઆત થઇ ચુકી છે. ૨૮ કલાક સુધી કાઉન્ટડાઉન ચાલનાર છે. સવારે ૫.૨૯ વાગે કાઉન્ટડાઉનની શરૂઆત થઇ હતી. ઇસરોની વેબસાઈટ ઉપર આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. મિશન રેડિનેસ રિવ્યુ કમિટિ અને લોંચ ઓથોરાઇઝેશન બોર્ડ દ્વારા બુધવારના દિવસે કાઉન્ટડાઉનને મંજુરી આપવામાં આવ્યા બાદ આ કાઉન્ટડાઉન શરૂ થયું છે. આ રોકેટ એક સાથે ૩૧ સેટેલાઇટને લઇને રવાના થશે જેમાં મુખ્ય પેલોડ કાર્ટોસેટ-૨ સીરીઝનો સમાવેશ થાય છે. અર્થ ઓબર્ઝવેશન સેટેલાઇટની શ્રેણીમાં સાતમાં સેટેલાઇટ તરીકે આને ગણવામાં આવે છે. એક માઇક્રો સેટેલાઇટ અને એક નેનો સેટેલાઇટ ભારતમાંથી લોંચ કરવામાં આવનાર છે. આ ઉપરાંત ૨૮ સેટેલાઇટ છ જુદા જુદા દેશોના છે જેમાં અમેરિકા, ફ્રાન્સ, ફિનલેન્ડ, કોરિયા ગણરાજ્ય અને કેનેડાનો સમાવેશ થાય છે. ૨૮ કલાક સુધી કાઉન્ટડાઉન ચાલનાર છે. તેના વર્કહોર્સ પોલાર સેટેલાઇટ લોંચ વ્હીકલ પીએસએલવી મારફતે ૨૫૦થી વધુ સેટેલાઇટોને પરિભ્રમણ કક્ષામાં સફળરીતે તરતા મુકી દેવામાં આવ્યા બાદથી ઇસરો જુદા જુદા દેશોના ઉપગ્રહોને હવે તરતા મુકી રહ્યું છે. સ્પેશ સંસ્થા દ્વારા હવે પીએસએલવીની નવી ક્ષમતા ઉમેરી દીધી છે. ઇસરો દ્વારા નાનકડા સેટેલાઇટની દિશામાં આગેકૂચ કરી દીધી છે. શુક્રવારના દિવસે પીએસએલવી-સી૪૦ તેની ૪૨મી ઉંડાણ ભરશે. આની સાથે જ ઇસરો તેની ટેકનોલોજી ફરી એકવાર સાબિત કરશે. ચોથા તબક્કાના એન્જિનની ઉત્સુકતા દેખાઈ રહી છે. ૩૧ સેટેલાઇટોને પરિભ્રમણ કક્ષામાં મુકાયા છે. શુક્રવારના દિવસે તમામ ટોચના લોકો ઉપસ્થિત રહેશે. અત્રે નોંધનીય છે કે, ૩૧મી ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે તેના અગાઉના પીએસએલવી મિશનને નિષ્ફળતા મળી હતી. ઇસરોના ૧૦૦માં સેટેલાઇટને પરિભ્રમણ કક્ષામાં મુકાશે.

 

(7:42 pm IST)