Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ટ્રમ્પે કરી PM મોદીની પ્રશંસા, ભારત સાથે કામ કરવું સારી વાત

વોશિંગ્ટન તા.૧૧ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ભારત, રશિયા અને ચીન જેવા દેશો સાથે કામ કરવું ધણી સારી વાત છે. ટ્રમ્પ રશિયા સાથે સંબંધ સુધારવા તરફની પહેલને લઇને થઇ રહેલી આલોચના પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા.

ટ્રમ્પે નોર્વેના વડાપ્રધાન સાથે વ્હાઇટ હાઉસમાં સંયુકત નિવેદનમાં જણાવ્યું કે રશિયા અથવા ચીન અથવા ભારત તેમજ અન્ય કોઇ દેશ સાથે કામ કરવું ધણી સારી વાત છે. ટ્રમ્પે જણાવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારતને નવી દિશા તરફ લઇ ગયા છે.

ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે તેમની નજર સેનાને મજબૂત કરવા, મોટા પ્રમાણમાં તેલ અને ગેસ તેમજ ઊર્જાનો ભંડાર કરવા પર છે પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને આ પસંદ નથી. ટ્રમ્પે ઉત્ત્।ર કોરિયા પર નિવેદન કરતાં કહ્યું કે તેને વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

(4:34 pm IST)