Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

હવે ઓળખ માટે ૧૬ આંકડાની વર્ચ્યુઅલ આઇડીથી થશે વેરિફિકેશનઃ આધાર ડેટા સુરક્ષિત

વર્ચ્યુઅલ આઇડી મામલે એક નવી સિસ્ટ મની જાહેરાતઃ સિમ વેરિફિકેશન સહીત અનેક યોજનામાં KYC તરીકે થશે ઉપયોગ

નવ દિલ્હી તા.૧૧: આધારકાર્ડને લઇ સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. આધાર ડેટાની સુરક્ષાને લઇ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ વર્ચ્યુઅલ આઇડી મામલે એક નવી સિસ્ટમની જાહેરાત કરી છે. તેને કોઇ પણ આધાર હોલ્ડર UIDAIની વેબસાઇટથી જનરેટ કરી શકે છે. હવે ૧૬ આંકડાની એક નવી વર્ચ્યુઅલ આઇડીનો ઉપયોગ સિમ વેરિફિકેશન સહિત અનેક યોજનાઓમાં KYC તરીકે થશે. હવે ઓળખ માટે ૧૨ આંકડાના આધારની જગ્યાએ ૧૬ આંકડાની એક નવી વર્ચ્યુઅલ આઇડીનો ઉપયોગ કરવામાં આવશે. દરેક એજન્સીઓ ૧લી જૂનથી આ આઇડીની મદદથી યુઝર્સ વેરિફિકેશન કરશે એટલે કે આ સિસ્ટમને અપનાવી લેશે.

(4:16 pm IST)