Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની આજે બાવનમી પુણ્યતિથિ

રાજકોટ, તા. ૧૧ : રાજનેતાઓ માટે આજનો દિવસ પ્રેરણા લેવા જેવો છે. ૧૧ જાન્યુઆરી ૧૯૬૬ના દિને તાશ્કંદ ખાતે તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીનું અવસાન થયું હતું. લાલબહાદુરજીએ શાસનના ટૂંકાગાળામાં ઇતિહાસ સર્જ્યો હતો. ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાનોમાં તેઓનો સમાવેશ થાય છે. આ નેતાએ લોકો પર વિશ્વાસ મૂકયો હતો. ચોખા-ભાત માટે મહાસત્તા ભારતને બ્લેકમેઇલ કરતી હતી. લાલબહાદુરજીએ ભારતીયોને દિવસમાં એક સમય ભાત ન ખાવા અપીલ કરી હતી, ભારતીયો અપીલને અનુસરીને દેશને બ્લેકમેઇલ થતો બચાવ્યો હતો.

(4:06 pm IST)