Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

અમેરિકાએ જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી ભારતને મહિલાઓ માટે અસુરક્ષિત ગણાવ્યું

ભારતને લેવલ-૨ અને પાક.ને લેવલ-૩ પર રાખ્યું: દરેક દેશોનો કર્યો ઉલ્લેખ

વોશિંગ્ટન તા. ૧૧ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત પોતાના ભાષણોમાં અમેરિકા ફર્સ્ટનો નારો આપે છે. આ અંતર્ગત અમેરિકાએ ટ્રાવેલ એડવાઈઝરીમાં બદલાવ કર્યો છે. ૧૦ જાન્યુઆરીએ અમેરિકાએ પોતાની નવી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ભારતને લેવલ-૨ અને પાકિસ્તાનને લેવલ-૩ પર રાખ્યુ છે. અમેરિકાએ પોતાના નવી ટ્રાવેલ એડવાઈઝરીમાં પોતાના નાગરિકોને ભારતમાં મુસાફરી કરતા સમયે સાવધાની રાખવા કહ્યુ છે. જયારે કે પાકિસ્તાનની મુસાફરી વિશે બે વાર વિચારવાની સલાહ આપી છે.

ભારતમાં લેવલ-૨ પર રાખવા પાછળ અમેરિકી વિદેશ મંત્રાલયે અપરાધ અને આતંકવાદને કારણ ગણાવ્યું છે. આ કારણ તેણે ભારત જનારા પોતાના નાગરિકોને ત્યાંની મુસાફરીમા સાવધાની રાખવાનુ કહ્યુ છે. અમેરિકન્સને કહેવામાં આવ્યું છે કે, તેઓ જમ્મુ-કાશ્મીરમાં મુસાફરી ન કરે. લદ્દાખ અને લેહને પણ તેનાથી અલગ રખાયુ છે. અમેરિકન નાગરિકોને ભારત-પાકિસ્તાન સીમાથી ૧૦ કિલોમીટર ક્ષેત્રથી દૂર રહેવાનું કહેવાયું છે. આશંકા વ્યકત કરાઈ છે કે, બોર્ડર નજીક બંને દેશોની સેનાઓ વચ્ચે હંમેશા ટકરાવ થતા રહે છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, જોકે, તેમણે દરેક દેશો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે, પરંતુ આ દેશોમાં અલગ અલગ જગ્યાઓ પર આ એડવાઈઝરીના લેવલમાં બદલાવ પણ હોઈ શકે છે. નવી ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવાયું છે કે, ભારતીય અધિકારીઓની રિપોર્ટ અનુસાર, દેશમા રેપની ધટનાઓ તેજીથી વધી રહી છે. ટુરિસ્ટ સાઈટ્સ અને અન્ય લોકેશન્સ પર સેકસ્યુઅલ હુમલા જેવી ધટનાઓ થઈ છે. તો પૂર્વોત્ત્।ર ભારતમાં આતંકવાદી અને સશસ્ત્ર ગ્રૂપ સક્રિય છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. આ ઉપરાંત અમેરિકી ગૃહ મંત્રાલયે પોતાના નાગરિકોને કોઈ ઈમરજન્સી દરમિયાન સચેત કરતા રહેશે. જાહેર કરાયેલ પ્રેસ રિલીઝ અનુસાર, અલગ અલગ પરિસ્થિતિઓ માટે અલગ અલગ પ્રકારનો કોડ બનાવવામાં આવ્યો છે. જેમાં C-ક્રાઈમ, T-ટેરરિઝમ, U-સિવિલ અનરેસ્ટ, H-હેલ્થ, N-પ્રાકૃતિક આપદા, E-સમયબદ્ઘ કાર્યક્રમ, O-અન્ય સામેલ છે. આ સિગ્નલથી જ યાત્રા કરનારા દેશની તે સમયની પરિસ્થિતિને બતાવવામાં આવશે. નવી એડવાઈઝરીમાં અમેરિકાએ ૫ મેકિસકન દેશોને રાખ્યા છે, જયાં ન જવાની સલાહ આપવામા આવી છે.

(3:54 pm IST)