Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પંચકુલા હિંસાઃ હનીપ્રીત સહિત અન્ય આરોપીઓ સામે આજે સુનાવણી

હરિયાણા પોલીસે ૨૮ નવેમ્બરે હનીપ્રીત સહિત ૧૫ સામે ચાર્જશીટ દાખલ કરી હતી

હરિયાણા, તા.૧૧ : ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહિમને સજાની જોગવાઈ થયા બાદ પંચકુલામાં થયેલી હિંસા બાબતે હનીપ્રીત વિરૂદ્ઘ કેસ નોંધાયેલ છે. જેમાં હનીપ્રીત સહિત અન્ય આરોપીઓ સામે પંચકુલા કોર્ટ આજે સુનાવણી કરશે.

હિંસા ફેલાવનારામાં હનીપ્રીત ઉપરાંત આદિત્ય ઇન્સા, પવન ઈન્સા, સુરેન્દ્ર ધીમાન, દિલાવર ઇન્સા, દાન સિંહ, ચમકૌર સિંહ અને ગોવિંદ રામનું નામ સામેલ છે. આ આરોપીઓમાં આદિત્ય ઈન્સા અને મહેન્દ્ર ઈન્સા હજુ ફરાર છે.

હનીપ્રીત હાલ અંબાલા જેલમાં બંધ છે. પંચકુલા હુલ્લડની તપાસ કરી રહેલી હરિયાણા પોલીસે ૨૮ નવેમ્બરે હનીપ્રીત સહિત ૧૫ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહિમ અને ડેરાના છ સુરક્ષા કર્મીઓનો પણ ઉલ્લેખ છે. આરોપીઓ સામે IPC કલમ ૧૨૧, ૧૨૧એ, ૨૧૬, ૧૪૫, ૧૫૦, ૧૫૧, ૧૫૨, ૧૫૩ અને ૧૨૦બી હેઠળ કેસ નોંધવામાં આવેલ છે.

(3:53 pm IST)