Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

દિલ્હીની એક ખાનગી કંપનીના લોકરમાંથી મળ્યા ૬૧ કરોડ !

ઇનકમટેક્ષના દરોડા પાડી સોનાના સિક્કા-ધરેણા જપ્ત કરવામાં આવ્યા

નવી દિલ્હી તા.૧૧ : દિલ્હીની એક ખાનગી કંપનીના લોકરમાંથી ૬૧ કરોડ રૂપિયા મળ્યા છે. દિલ્હીના ડાયરેકટર ઓફ ઇનકમ ટેકસ એ દરોડા પાડી ૨૦ કરોડ રૂપિયા, સોનાના સિક્કા, અને ધરેણાં જપ્ત કર્યાં છે. આ દરોડા યુ એન્ડ આઇ વોલ્ટસ લિમિટેડમાં પાડ્યા હતા. દરોડામાં જપ્ત થયેલ રકમ એક ગુટખાના વેપારી અને બિલ્ડરની કહેવામાં આવી રહી છે. ઇનકમટેકસ વિભાગના સૂત્રોએ કહ્યું કે જપ્તા કરાયેલ માલની કુલ કિંમત અંદાજે ૬૧ કરોડ રૂપિયા છે.

યુ એન્ડ આઇ વોલ્ટસ લિમિટેડ દિલ્હીના સાઉથ એકસ વિસ્તારમાં છે. દરોડા ગયા સપ્તાહે પાડ્યા હતા. શરૂઆતમાં અહીં રોકડ અને ૧૫ કરોડના સોનાના સિક્કા મળ્યા હતા અને પછી લોકરોની પણ તપાસ કરાઇ.

હાલ કંપનીને સીલ કરી દેવાઇ છે. ૮ નવેમ્બર ૨૦૧૬નાં રોજ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટબંધી બાદ કાળાનાણાં માટે કેટલીય જગ્યા દરોડા પાડ્યા હતા, કરોડો રૂપિયા જપ્ત કરાયા પરંતુ ૨૦૧૮નાં સાલમાં આ પહેલા દરોડા છે, જેમાં આટલી મોટી રકમ હાથ લાગી છે.

(3:51 pm IST)