Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વોટ્સએપ લાવ્યું નવુ ફિચર : આ રીતે થશે યુઝ

મોબાઇલ મેસેજીંગની દુનિયામાં ૨૦૧૮માં થશે મોટા ફેરફારો

નવી દિલ્હી તા.૧૧ : ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના એન્ડ્રોઇડ યૂઝર્સ માટે એક કામનું ફિચર રિલીઝ કરી દીધું છે, આ ફિચર કોલ માટેનું છે. કંપનીએ એપના બીટા અપડેટ ૨.૧૮.૪માં યૂઝર્સને વોઇસ કોલ દરમિયાન વીડિયો કોલમાં સ્વિચ કરવાનો ઓપ્શન આપ્યો છે, એટલે યૂઝર્સ કોલ ચેન્જ કરી શકશે.

વોટ્સએપ સંબંધિત માહિતી લીક કરનારુ ટ્વીટર એકાઉન્ટ wabetainfં અનુસાર, આ નવા અપડેટમાં યૂઝર્સને વોઇસ કોલે દરમિયાન વીડિયો ચેટ સ્વિચ બટન મળશે. જો યૂઝર આને પ્રેસ કરે છે તો વોઇસ કોલ પર અવેલેબલ બીજા યૂઝર્સને રિકવેસ્ટ જશે. જો તે યૂઝર રિકવેસ્ટ એકસેપ્ટ કરે તો વોઇસ કોલ વીડિયો કોલમાં તબદીલ થઇ જશે.

વોટ્સએપે આ ફિચર બદલાતા સમયના કારણે લોન્ચ કર્યું છે. આ પહેલા વોઇસ કોલ દરમિયાન વીડિયો કોલ માટે વોઇસ કોલ કાપવો પડતો હતો અને ત્યારપછી જ વીડિયો કોલ કરી શકાતો હતો. જો રિસિપિએન્ટ ઇચ્છે તો આ રિકવેસ્ટને રિજેકટ પણ કરી શકે છે. આવી પરિસ્થિતિમાં વોઇસ કોલ ચાલું રહશે.

જોકે, આ પહેલાના રિપોર્ટ અનુસાર, વોટ્સએપ ગ્રુપમાં પ્રાઇવેટ રિપ્લાય ફિચર ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેનાથી યૂઝર ગ્રુપમાં આવેલા મેસેજને પ્રાઇવેટ ચેટમાં રિપ્લાય કરી શકશે. પ્રાઇવેટ રિપ્લાય ફિચર માટે ગ્રુપના જે મેસેજનો રિપ્લાય કરવો છે, તે સિલેકટ કરવો પડશે. તેના પર ટેપ કરવાથી તમને “Reply privately” નો ઓપ્શન દેખાશે.

આને સિલેકટ કરતાંજ તમે તે યૂઝરના પ્રાઇવેટ ચેટબોકસમાં જતાં રહેશો અને અહીં ગ્રુપના મેસેજને કોટ કરીને રિપ્લાય કરી શકશે. બીટા વર્ઝન કોઇપણ એપ, વેબસાઇ કે ઓએસના ઔપચારિક લોન્ચ પહેલા લોન્ચ કરવામાં આવતું એક વર્ઝન છે, જેમાં ટેસ્ટર દ્વારા લોકોના ફિડબેક લે છે અને યૂઝરને કોઇ બગ મળે તો તેને સુધારવામાં આવે છે.

(3:51 pm IST)