Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ગયા વર્ષે અંકુશરેખા પર થયેલા ક્રોસ-ફાયરિંગમાં પોતાના ૨૮ જવાનો સામે ભારતે પાકિસ્તાનના પાંચગણા જવાનો માર્યા

૨૮ શહીદોની સામે ભારતે પાકિસ્તાનના ૧૩૮૩ જવાનોનો ખાતમો બોલાવી દીધો

નવી દિલ્હી તા.૧૧: પાકિસ્તાની સૈનિકો દ્વારા બોર્ડર પર કરવામાં આવતાં છમકલાં સામે ભારતીય લશ્કરે કડક કાર્યવાહી હાથ ધરવી શરૂ કરી છે. સર્જિકલ સ્ટ્રાઇક પછી ભારત જાણે પાકિસ્તાનના લશ્કર પર હાવી  થઇ ગયું છે ગુપ્તચર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા બતાવે છે કે ૨૦૧૭માં ભારતે ૨૮ જવાનો પાકિસ્તાન સાથેની લડાઇમાં ગુમાવ્યા હતા. જોકે આ ૨૮ શહીદોની સામે ભારતે પાકિસ્તાનના ૧૩૮ જવાનોનો ખાતમો બોલાવી દીધો એટલે આપણા જવાનો કરતાં પાંચગણા જવાનોને ભારતે મોતને ઘાટ ઉતાર્યા હતા.

૨૦૧૭માં ભારતીય સૈનિકો દ્વારા જમ્મુ-કાશ્મીરમાં અંકુશરેખા પર હાથ ધરાયેલા વ્યૂહાત્મક ઓપરેશન્સ અને ક્રોસબોર્ડર ફાયરિંગના જવાબરૂપે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં લગભગ ૧૩૮ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.

છેલ્લા એક વર્ષમાં ભારતીય લશ્કરે જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં ચાલી રહેલી આતંકવાદી ગતિવિધિઓ અને યુદ્ધવિરામના ભંગની ઘટનાઓ સામે કડક વલણ અખત્યાર કર્યુ હતુ. ૨૦૧૭માં અંકુશરેખા પર વ્યૂહાત્મક કાર્યવાહી અને ક્રોસ-બોર્ડર ગોળીબારના જવાબરૂપે કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાની લશ્કરના ૧૩૮ સૈનિકો મૃત્યુ પામ્યા હતા,જ્યારે ૧૫૫ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.(૧.૬)

 

(11:29 am IST)