Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

માનવામાં નહીં આવે પરંતુ વેઇટ લોસ માટે સવાસન છે બેસ્ટ!

સવાસન આપણા શરીરના કોષોને ફરીથી નવા બનાવે છે તેમજ શરીરની કાયાકલ્પ કરે છે

નવી દિલ્હી તા. ૧૧ : વજન ઉતારવા માટે તમે ભલે જીમાં જતા હોવ કે યોગા કરતા હોવ કે પછી એરોબિકસ અને ઝુમ્બા ડાન્સના કલાસમાં જતા હોવ પરંતુ જો કોઈ તમને એમ કહે કે વજન ઉતારવા માટે આવું બધું કરવાની કયાં જરૂર છે. તમે આરામથી સૂઈને પણ વજન ઉતારી શકો છો તો તમારી હાલત કેવી થાય? તો, બસ આવું જ કઈંક હવે તમારી સાથે થવાનું છે. કેમ કે અમે તમને અહીં એ જ જણાવી રહ્યા છે કે યોગાન જુદા જુદા પોઝ કરતા વજન ઉતારવા માટે સવાસન સૌથી બેસ્ટ આસન છે.

યોગ એક પ્રાચીન વિજ્ઞાન છે. આ માટે જયારે પણ આપણે યોગ કરીએ છીએ ત્યારે આપણું બોડી ધ્યાન અવસ્થામાં પહોંચે છે અને એકદમ રીલેકસ થઈ જાય છે. આ સ્થિતિમાં આપણા બોડી સેલ પોતાની જાતે રીસાઇકલ થાય છે અને શરીરના ટિશ્યુમાં રહેલા પ્રોબ્લેમને રીપેર કરે છે. જેના કારણે આપણું બોડી સ્ટ્રેસ રીલીઝ કરે છે. અને શરીરના વધતા વજન પાછળ સ્ટ્રેસ પણ તેટલું જ જવાબદાર હોવાથી જેવું આપણું બોડી સ્ટ્રેસ રીલિઝ કરે છે કે શરીરમાં પોઝિટિવ એનર્જી આવે છે અને તેથી આપણી એકિટવિટી પણ વધે છે આ કારણે વધુ કેલરી બર્ન થાય છે અને અંતે વજન ઘટે છે.

સવાસન આપણા શરીરના કોષોને ફરીથી નવા બનાવે છે. તેમજ શરીરની કાયાકલ્પ કરે છે. ખૂબ વર્કઆઉટ કર્યા પછી, જો તમે સવાસનમાં સૂઈ જાઓ, તો તમારૃં શરીર કદાચ આરામની સ્થિતિમાં પહોંચે છે પરંતુ આ પ્રક્રિયામાં તે હજુ પણ કેલરી બર્ન કરી રહ્યું હોય છે.

ચિંતા હંમેશા આપણી દરેક સારી વસ્તુનો નાશ કરે છે. ચિંતા દૂર થતા આપણે ફેટી ફૂડ કે જેના કારણે શરીર વધે તેવા ફૂડ તરફ આકર્ષાતા બંધ થઈએ છીએ. સવાસનનો સોથી મોટો ફાયદો તેની શ્વાસ લેવાની ટેકિનક છે જેના કારણે આપણી ચિંતા એકસાથે ઓછી થાય છે.

જયારે આપણું બોડી રીલેકસ થાય છે ત્યારે આપણા શરીરમાં પોઝિટિવ એનર્જી વધે છે જે એકંદરે હેપિનેસ તરફ તમને લઈ જાય છે. હેપિનેસનો સૌથી મોટો આરોગ્યવર્ધક ફાયદો હોય તો તે એ છે કે તે શરીરની વધારાની કેલરીને બર્ન કરે છે. કેમ કે હેપિનેસ, મેટાબોલિઝમ અને કેલેરીઝને સીધો સંબંધ છે.

સ્ટ્રેસ અને થાક બંને એકબીજાની સાથે વધે છે. જેથી સ્ટ્રેસ અને થાકના કારણે તમે રોજબરોજના કામ કરવામાં પણ આળસ કરો છો. ત્યારે સવાસન તમારા બોડીને રીલેકસ કરીને સ્ટ્રેસ ઓછું કરે છે જેના કારણે થાક પણ ઓછો થાય છે. જેથી આપણે વધુ એકિટવિટી કરી શકીએ છીએ અને વધુ કેલેરી બર્ન થાય છે.(૨૧.૧૧)

(10:23 am IST)