Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ટ્રિપલ તલાક પર વટહુકમ લાવવાનો વિચાર કરી રહી છે મોદી સરકાર

રાજ્યસભામાં પાસ ન થવા છતાં વટહુકમ લાવીને તેને ગુનાહિત જાહેર કરી શકે છે સરકાર

નવી દિલ્હી તા. ૧૧ : એકવારમાં ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર રોક લગાવવાવાળા બિલને રાજયસભામાં પાસ કરાવવામાં સફળ ન રહેલી સરકાર હવે બીજા રસ્તા પર ધ્યાન આપી રહી છે. મોદી સરકાર એકવારમાં ત્રણ તલાકને ગુનો જાહેર કરવા માટે તેના પર વટહુકમ લાવવા પર વિચાર કરી રહી છે.

સૂત્રના જણાવ્યા પ્રમાણે સરકાર ટ્રિપલ તલાકના તમામ ઓપરેશન પર નજર રાખી રહી છે. આ ક્રમમાં સંસદના બજેટ સત્ર દરમિયાન તેના પર વટહુકમ લાવવા પર પણ વિચાર કરી રહી છે. બજેટ સત્રમાં જોઈન્ટ સેશનમાં વટહુકમ લાવીને સરકાર રાજયસભામાં પાસ ન થવા છતાં તેને ગુનાઈત જાહેર કરી શકે છે.

નોંધનીય છે કે, વિપક્ષે ટ્રિપલ તલાક બિલને સિલેકટ કમિટીમાં મોકલવાની માંગ કરીને તેને રાજયસભામાં પાસ ન થવા દીધું. શિયાળું સત્ર દરમિયાન મોદી સરકારે ટ્રિપલ તલાકને ગુનાઈત જાહેર કરતા બિલને લોકસભામાં સરળતાથી પાસ કરાવી દીધું હતું. જોકે, બિલમાં ત્રણ તલાક ગુનો ગણવા પર વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે અને તેના કારણે રાજયસભામાં બિલ પાસ થઈ શકયું નથી.

બિલમાં ગુનાની જોગવાઈ પર ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને કેટલાક મહિલા સંગઠનોએ પણ વાંધો ઉઠાવ્યો છે. બિલમાં ટ્રિપલ તલાકને એક ગંભીર અને બીનજામીન પાત્ર ગુનો જાહેર કરીને ત્રણ તલાકની સજાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. ઓછામાં ઓછા ડઝન ભાજપની સરકારવાળા રાજયોએ બિલને સમર્થન કર્યું છે. જોકે, તામિલનાડુની સત્ત્।ામાં બેઠેલી NDAની સહયોગી ટીડીપીને પણ બિલમાં ટ્રિપલ તલાકમાં ગુનાની જોગવાઈ સામે વાંધો છે.

(9:33 am IST)