Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

રવિવારે પીએમ મોદી ગોવામાં:ઇન્ટરનેશનલ એરપોર્ટ સહીત ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓનું કરશે ઉદ્ઘાટન

2016માં વડાપ્રધાન દ્વારા એરપોર્ટનો શિલાન્યાસ પણ કરાયો હતો ,2,870 કરોડના ખર્ચે બનેલું આ એરપોર્ટ કાર્ગો સેવાઓ પણ પૂરી પાડશે

નવી દિલ્હી :પીએમ મોદી રવિવારે ગોવાની મુલાકાતે જશે,તેમની મુલાકાત દરમિયાન તેઓ મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને 9મી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસના સમાપન સત્રને પણ સંબોધિત કરશે. આ સાથે પીએમ ગોવામાં વિશ્વ આયુર્વેદ મહાસંમેલન દરમિયાન દેશને ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓ ભેટ આપવાના છે. આયુષ મંત્રાલયની વધુ બે રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓ – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ યુનાની મેડિસિન (NIUM), ગાઝિયાબાદ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોમિયોપેથી (NIH), દિલ્હીની વિડિયો કોન્ફરન્સિંગ, જેમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (AIIA) ના સેટેલાઇટ કેમ્પસની સ્થાપના કરવામાં આવી રહી છે. 

મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટ ગોવામાં બીજું એરપોર્ટ હશે. 2016માં વડાપ્રધાન દ્વારા એરપોર્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. 2,870 કરોડના ખર્ચે બનેલું આ એરપોર્ટ કાર્ગો સેવાઓ પણ પૂરી પાડશે. હાલનું ડાબોલિમ એરપોર્ટ 15 ડોમેસ્ટિક અને 6 ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનને સીધું કનેક્ટિવિટી પૂરું પાડે છે. મોપા એરપોર્ટ દ્વારા કામગીરી વધીને 35 સ્થાનિક અને 18 આંતરરાષ્ટ્રીય સ્થળો સુધી પહોંચશે.

ત્રણેય સંસ્થાઓની સ્થાપના સાથે, યુજી-પીજી અને આયુર્વેદ, હોમિયોપેથી અને યુનાનીમાં ડોક્ટરેટ વિદ્યાર્થીઓ માટે ચારસો વધુ બેઠકો ઉભી કરવામાં આવશે. આ સંસ્થાઓમાં 550 વધારાના બેડ પણ ઉમેરવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા મુજબ, AIIA નું ગોવા કેન્દ્ર આયુર્વેદ પદ્ધતિની દવા દ્વારા શિક્ષણ, સંશોધન અને દર્દી સેવાઓના પાસાઓમાં UG-PG અને પોસ્ટડોક્ટરલ સ્ટ્રીમ્સ માટે ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ પ્રદાન કરવા માટે કામ કરશે. તેને મેડિકલ ટુરીઝમને પ્રોત્સાહન આપતા આયુર્વેદના વેલનેસ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે.

(1:01 am IST)