Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ફિફા વર્લ્ડકપ : ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોર્ટુગલ ટીમની કારમી હાર: મોરોક્કોની ઐતિહાસિક જીત

ફિફા વર્લ્ડકપ : ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોર્ટુગલ ટીમની કારમી હાર: મોરોક્કોની ઐતિહાસિક જીત

કતારના અલ થુમામા સ્ટેડિયમમાં પોર્ટુગલ અને મોરોક્કોની ટીમ વચ્ચે ત્રીજી કવાર્ટર ફાઈનલ મેચ શરુઆત થઈ હતી. મોરોક્કોની ટીમની આ ઈતિહાસની પહેલી કવાર્ટર ફાઈનલ મેચ હતી. આ મેચમાં રોનાલ્ડોની પોર્ટુગલ ટીમ જીત માટે દાવેદાર માનવામાં આવી રહી હતી. પણ મોરોક્કોની ટીમે આ મેચમાં ઐતિહાસિક જીત મેળવીને આખી દુનિયાને આશ્ચર્યમાં મુકી દીધી હતી. આ જીત સાથે જ મોરોક્કો સેમી ફાઈનલમાં પહોંચનાર પ્રથમ આફ્રિકન દેશ બન્યો  છે

   વર્લ્ડકપ ઈતિહાસમાં પહેલી મેચ રમી રહેલી મોરોક્કોની ટીમ ફિફા વર્લ્ડકપ 2022માં એક પણ મેચ હારી નથી. આ આફ્રિકન ટીમનો  વિજય રથ હવે સેમી ફાઈનલ સુધી પહોંચ્યો છે. ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી કવાર્ટર ફાઈનલમાં જીતનાર ટીમ બીજી સેમી ફાઈનલ મેચમાં મોરોક્કો સામે ટકરાશે. આ પહેલા ક્રોએશિયા અને આર્જેન્ટિનાની ટીમ સેમી ફાઈનલમાં પહોંચી છે

 આ રોમાંચક મેચના પ્રથમ હાફમાં Youssef En-Nesyri એ 42મી મીનિટમાં ગોલ કરીને મોરોક્કોની ટીમને રમતમાં લીડ આપવાની હતી. પ્રથમ હાફના અંત સુધીમાં સ્કોર 1-0 સાથે મોરોક્કોના પક્ષમાં રહ્યો હતો. મેચની 51મી મીનિટે આજની મેચમાં એન્ટ્રી કરીને પોર્ટુગલના રોનાલ્ડો એ મોટા રેકોર્ડની બરાબરી કરી હતી. તેણે 196 મેચમાં ઉતરીને પોર્ટુગલ તરફથી સૌથી વધારે મેચ રમવાના રેકોર્ડની બરાબરી કરી હતી.

મેચના બીજા હાફમાં પોર્ટુગલની ટીમે સ્કોરને 1-1 કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ રોનાલ્ડો સહિતના ખેલાડીઓ ગોલ કરવામાં અસફળ રહ્યા હતા. 90 મીનિટના અંતે મેચમાં વધારાની 8 મીનિટ ઉમેરવામાં આવી હતી. આ 8 મીનિટમાં પોર્ટુગલના ફેન્સ એક ગોલ માટે પ્રાર્થના કરી રહી હતા. 8 મીનિટના સમય બાદ પણ મેચમાં એક પણ ગોલ પોર્ટુગલ તરફથી ન થતા પોર્ટુગલની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે.

(11:51 pm IST)