Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

વિદેશમાં જવાનો ક્રેઝ વધ્યો: માત્ર દસ મહિનામાં એક લાખથી વધુ લોકોએ છોડી દીધી ભારતની નાગરિકતા

વર્ષ 2015માં 131489, વર્ષ 2016 માં 141603, વર્ષ 2017 માં 133049, વર્ષ 2018 માં 134516, વર્ષ 2019 માં 144017 વર્ષ 2020 માં 85256 અને વર્ષ 2021 માં 163370 લોકોએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી :સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને લોકસભામાં જવાબ આપ્યો હતો કે 2022 માં જાન્યુઆરીથી લઈને ઓક્ટોબર મહિના સુધીમાં એક લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે લગભગ 32 મિલિયન ભારતીય અથવા ભારતીય મૂળના લોકો વિદેશમાં રહે છે અને વિદેશ મંત્રાલય આ તમામ લોકોને સેવા ઉપલબ્ધ કરાવે છે

મુરલીધરને લોકસભામાં કહ્યું હતું કે માહિતી અનુસાર વર્ષ 2015માં 131489, વર્ષ 2016 માં 141603, વર્ષ 2017 માં 133049, વર્ષ 2018 માં 134516, વર્ષ 2019 માં 144017 વર્ષ 2020 માં 85256 અને વર્ષ 2021 માં 163370 લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે જે લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે મંત્રાલય તેની ભારતમાંથી લેવાયેલી સંપત્તિ ઉપર નજર રાખતું નથી.

કોંગ્રેસ સાંસદ અબ્દુલ ખાલિકે વર્ષ 2015 ના જાન્યુઆરી મહિનામાં ભારતીય નાગરિકતા છોડનાર લોકોની વિસ્તૃત માહિતી માંગી હતી. કોંગ્રેસ સાંસદના આ સવાલના જવાબમાં કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને જવાબ આપ્યો હતો. મુરલીધરને કહ્યું હતું કે કેન્દ્રમાં  મોદીની સરકાર બન્યા બાદ પાસપોર્ટ સેવામાં પણ 500 ટકા સુધારો આવી ગયો છે.

(8:47 pm IST)