Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

નાણાકીય નીતિઓના મામલે કોર્ટે દખલ ન કરવી જોઈએ : કોવિદ -19 ને કારણે સર્જાયેલા નાણાકીય સંકટ માટે કોઈ ચોક્કસ નીતિ નક્કી કરવાનું શક્ય નથી અને ઇચ્છનીય પણ નથી : લોન મોરેટોરિયમ અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટિશન મામલે કેન્દ્ર સરકારનો જવાબ

ન્યુદિલ્હી : લોન મોરેટોરિયમ અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનના અનુસંધાને નામદાર કોર્ટએ કેન્દ્ર સરકારનો ખુલાસો માંગતા સરકારે કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે કોવિદ -19 ને કારણે સર્જાયેલા નાણાકીય સંકટ વચ્ચે જુદા જુદા ક્ષેત્રે રાહત પેકેજ આપવામાં આવ્યું છે જ .હવે વધારે રાહત આપવી હાલના સંજોગોમાં શક્ય નથી.તેથી નાણાકીય નીતિઓના મામલે કોર્ટે દખલ ન કરવી જોઈએ .
નામદાર કોર્ટ સમક્ષ રજુ કરાયેલા સોગંદનામામાં સરકારે કહ્યું હતું કે, નીતિ નિર્માણ એ કેન્દ્ર સરકારનું કામ છે અને વિશેષ ક્ષેત્રોમાં  નાણાકીય રાહત આપવાની બાબતમાં કોર્ટે  આવવું ન  જોઈએ. દેશના અર્થતંત્ર અને બેંકિંગ ક્ષેત્રને સંયુક્ત વ્યાજની છૂટ સિવાય કોઈ રાહત આપવા માટે રૂ .2 કરોડ સુધીની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજની છુટ સિવાય કોઇ રાહત આપવી દેશની અર્થવ્યવસ્થા અને બેન્કિગ સેક્ટર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ગયા અઠવાડિયે જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તે 2 કરોડ રૂપિયા સુધીની લોન પર ચૂકવવાપાત્ર ‘વ્યાજ પરના વ્યાજ’ માફ કરવા તૈયાર છે. RBIએ માર્ચથી ઓગસ્ટ મહિનામાં સામાન્ય લોકોને રાહત આપતી લોન મોકૂફીની ઘોષણા કરી હતી, જેથી વર્તમાન રોગચાળા વચ્ચે તેઓ દર મહિને EMI ભરવાથી તેમને રાહત મળી શકે.
આ પછી સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે લોન પરના વ્યાજ પરના વ્યાજને માફ કરવાનું સંતોષકારક નથી. આ દરમિયાન કોર્ટે સરકારને સુધારો કરવા જણાવ્યું હતું.
નાના લોન લેનારાઓ માટે EMI અને સંયુક્ત વ્યાજ માફ કરવા સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે અરજકર્તા દ્વારા ઉભા કરવામાં આવેલા ઘણા મુદ્દાઓનું સમાધાન કરવામાં આવ્યું નથી. તેમજ રિયલ એસ્ટેટ અને વીજ ક્ષેત્રમાં કેન્દ્ર સરકાર તરફથી રાહતની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે વધુ પડતું આર્થિક પેકેજ બેંકો  તથા  દેશના અર્થતંત્ર માટે નુકશાનકારક નીવડી શકે છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:41 pm IST)