Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ભારતમાં જૂન બાદ સપ્ટેમ્બરમાં પ્રથમ વખત ઇંધણની માંગ વધી

એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં હજુ 4.4% ઓછી

નવી દિલ્હી :  ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં ઇંધણની માંગમાં વધારો થયો છે. જૂન માસ બાદ પ્રથમ વખત સપ્ટેમ્બરમાં આ વધારો જોવાયો છે. કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉન પ્રતિબંધોમાં રાહત આપ્યા બા આર્થિક પ્રવુતિ અને મુસાફરીમાં વધારો થયો હતો.જોકે વપરાશ એક વર્ષ અગાઉની સરખામણીએ ધીમો જોવા મળ્યો હતો તેમ સરકારી આંકડા સૂચવે છે.

તેલની માંગ માટેનો પ્રોક્સી રિફાઇન્ડ ઇંધણનો વપરાશ સપ્ટેમ્બરમાં 7.2% વધીને 15.47 મિલિયન ટન થયો છે, જૂન પછીનો પ્રથમ માસિક વધારો છે જ્યારે માંગ વધીને 16.09 મિલિયન ટન થઈ છે.જોકે માંગ એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં 4.4% ઘટી છે તેમ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી) ના આંકડા દર્શાવે છે.

સપ્ટેમ્બર 17ના રોજ ભારતમાં કોરોના વાયરસના સૌથી વધુ 97,894 જેટલા નવા કેસ આવ્યા બાદ હવે ધીમે ધીમે તેમાં ઘટાડો થઇ રહ્યો છે. કેસ સતત વધતા રહ્યા હોવા છતાં દેશની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી સપ્ટેમ્બરમાં આઠ વર્ષથી વધુમાં તેની ઝડપી ગતિએ વિસ્તરિત થઈ હતી. જોકે રાહત આપ્યા બાદ પણ ઓગષ્ટમાં એપ્રિલ કરતા ઓછી માંગ જોવાઈ હતી.

ભારતમાં ડીઝલનો વપરાશ આર્થિક વિકાસ સાથે સંકળાયેલ મુખ્ય પરિમાણ છે અને જે ભારતમાં શુદ્ધ બળતણ વેચાણના આશરે 40% જેટલો હિસ્સો ધરાવે છે. જે ગયા મહિને 13.2% વધીને 5.49 મિલિયન ટન થયો છે જે ઓગસ્ટમાં 4.85 મિલિયન ટન હતો.જોકે વાર્ષિક ધોરણે ડીઝલની માંગમાં આશરે 6% ઘટાડો થયો છે.એક વર્ષ અગાઉ ગેસોલિન અથવા પેટ્રોલનું વેચાણ 45.3 ટકા વધીને 2.45 મિલિયન ટન થયું હતું અને ઓગસ્ટમાં 2.9 ટકા વધીને 2.38 મિલિયન ટન થયું હતું.

(12:57 pm IST)