Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

યુપીમાં હેવાનો બેફામ :રસ્તામાં રોકતા મહિલા ભાગી તો પાંચ દારૂડિયાએ ઘરમાં ઘુસીને પાંચ કલાક ગેંગરેપ કર્યો

દોઢ મહિના સુધી પોલીસે દાદ નહિ આપતા આખરે કોર્ટના દ્વાર ખટખટાવ્યા

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના કાંટ પોલીસ સ્ટેશનની હદમાં પાંચ વ્યક્તિએ શરાબના નશામાં સતત ગેંગરેપ કર્યો હોવાના ચોંકાવનારા સમાચાર મળ્યા હતા. પાંચે જણ નશામાં ડોલતાં ડોલતાં બેઠાં હતા. ત્યાં થઇને ફરિયાદી જઇ રહી હતી ત્યારે શરાબીઓએ એને દબોચી હતી. જો કે સમયે તો મહિલા જેમ તેમ નાસી છૂટી હતી. પરંતુ રાત્રે શરાબીઓ દિવાલ કૂદીને મહિલાના ઘરમાં ઘુસ્યા હતા. એનો પતિ કોઇ કામે બહારગામ ગયો હતો.

મહિલાને એકલી જાણીને એના પર ગેગરેપ કર્યો હતો. સવારે પતિ આવતાં મહિલાએ એને વાત કરી હતી. ત્યારબાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે ફરિયાદ લીધી નહોતી.

મહિલાએ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સુધીના ઑફિસરો સમક્ષ ધા નાખી હતી પરંતુ કશું વળ્યું નહોતું. આખરે મહિલાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા ત્યારે દોઢ મહિના પછી એની મહેનત રંગ લાવી હતી અને કોર્ટના હુકમથી પોલીસને ફરિયાદ લેવાની ફરજ પડી હતી.

નોંધાયેલી એફઆઈઆર મુજબ આરોપીઓએ મહિલા પર પાંચ કલાક સુધી ગેંગરેપ કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે પતિ ખેતરમાંથી ઘરે પાછો આવ્યો ત્યારે મહિલાએ તેમને બધી વાત કહી

મહિલા પર ઑગષ્ટની 16મીએ સાંજે ગેંગરેપ થયો હતો. દિવસે સાંજે ગામમાં નામકરણનો ઉત્સવ હતો. પરંતુ પોલીસે દાદ આપી નહોતી. કોર્ટના હુકમથી પોલીસ પાંચે ગામવાસીઓને શોધી રહી હોવાનો દાવો કરતી હતી. મહિલાએ પાંચે જણનાં નામ આપ્યાં હતાં.

(12:50 pm IST)