Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ભારતના મુસ્લિમો વિશ્વમાં સૌથી સંતુષ્ટ : ભાગવત

પાકિસ્તાને અન્ય ધર્મના લોકોને આવા અધિકારો આપ્યા નથી

નવી દિલ્હી,તા. ૧૦: રાષ્ટ્રીય સ્વયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતનું કહેવું છે કે ખરેખર અમારો જ એકમાત્ર દેશ છે જયાં તમામ પૂજા પદ્ઘતિના લોકો ઘણાં વખતથી એકસાથે રહેતા આવ્યા છ ેઅને સૌથી વધુસુખી મુસ્લિમો ભારત દેશના જ છે. અયોધ્યામાં રામ મંદિર અંગે બોલતા ભાગવતે કહ્યું છે કે આ માત્ર ધાર્મિક વિધિના હેતુ માટે નથી, મંદિર એ રાષ્ટ્રીય મૂલ્યો અને ચરિત્રના પ્રતીક છે. એક અખબારને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું કે અમારે ત્યાં તમામ પથોની સાથે સમાન વ્યવહાર કરાય છે જયારે પાકિસ્તાને અન્ય ધર્મના લોકોને આવા અધિકારો આપ્યા નથી. ભારતમાં મુસ્લિમો અખવાખ્રિસ્તીઓની સ્થિતિના સંદર્ભમાં ભાગવતનું કહેવું હતું કે 'મહારાણા પ્રતાપની સેનામાં અનેક મુસ્લિમો હતા. જેમણે અકબરને હલ્દીઘાટીમાં અટકાવ્યો હતો. ઇતિહાસના દરેક વળાંક પર તમામ લોકો સાથે હતા. જયારે ભારત અને ભારતની સંસ્કૃતિ પ્રત્યે ભકિત જાગે છે અથવા ભારતના પૂર્વજોની પરપરા પ્રત્યે ગૌરવ જાગે છે, ત્યારે તમામ ભેદ ખત્મ થઇ જાય છે. જેમના સ્વાર્થો પર આધાત થાય છે તે લોકો વારવાર અલગાવ અથવા કટ્ટરતા ફેલાવવાનો પ્રયાસ કરે છે. વાસ્તવમાં અમારો જ એકમાત્ર દેશ છે જયાં તમામ લોકો ઘણાં વખતથી એક સાથે રહેતા આવ્યા છે. સૌથી વધુ સુખી મુસ્લિમો ભારત દેશના જ છે. અમારા ત્યાં મુસ્લિમ છે, ખ્રિસ્તી છે.

(12:45 pm IST)