Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ઓખાથી મુંબઇ સેન્ટ્રલ ૧૭મીથી અને મુંબઇ સેન્ટ્રલથી ઓખા ૧૫મીથી વિેશષ ટ્રેન દોડશે

સૌરાષ્ટ્ર મેઇલ સુપરફાસ્ટ સોશ્યલ ૧૭મીથી દરરોજ બપોરે ૧:૧૦ વાગે ઉપાડશે, રાજકોટ તે જ દિવસે સાંજે પઃ૪૫ અને બીજા દિવસે સવારે ૭:૧૦ મુંબઇ પહોંચશે

રાજકોટ, તા.૧૦: મુસાફરોની સુવિધા માટે ઓખાથી મુંબઇ સેન્ટ્રલ માટે ૧૭ ઓકટોબરથી અને મુંબઇ સેન્ટ્રલથી ઓખા સુધી ૧૫ ઓકટોબરથી ૨૦૨૦ થી વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. આ વિશેષ ટ્રેનો આગામી સુચના સુધી તેમના નિર્ધારિત દિવસો મુજબ કાર્યરત કરવામાં આવશે.

ટ્રેન નંબર ૦૨૯૪૬ ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઇલ સુપર ફાસ્ટ સ્પેશ્યલ ઓખાથી દરરોજ ૧૭ ઓકટોબર થી બપોરે ૧૩.૧૦ વાગ્યે ઉપડશે, રાજકોટ તેજ દિવસે સાંજે ૧૭.૪૫ વાગ્યે અને બીજા દિવસે સવારે ૦૭.૧૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર ૦૨૯૪૫ મુંબઇ સેન્ટ્રલ-ઓખા સ્પેશિયલ ટ્રેન ૧૫ ઓકટોબર, ૨૦૨૦ થી દરરોજ રાત્રે ૨૧.૩૫ વાગ્યે મુંબઇ સેન્ટ્રલથી ઉપડશે, બીજે દિવસે સવારે ૧૦.૧૮ વાગ્યે રાજકોટ અને ઓખા સાંજે ૧૫.૩૫ વાગ્યે પહોંચશે. ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર કલાસ અને જનરલ કોચ હશે.

ઉપરોકત ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત રહેશે. જનરલ કોચ માં પણ આરક્ષણ રહેશે. કોરોના વૈશ્વિક રોગચાળાના આ યુગમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકારના તમામ નિયમોનું પાલન કરવું પડશે. મુસાફરોને ભારત સરકારના હેલ્થ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તેમની ટ્રેનના નિર્ધારિત સમય થી દોઢ કલાક પહેલાં સ્ટેશન પર પહોંચવાની વિનંતી કરાઇ.

ટ્રેન નંબર ૦૨૯૪૬/૦૨૯૪૫ નું બુકિંગ ૧૨ ઓકટોબર થી પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. તેમ અભિનવ જેક, સિનિયર ડિવિજનલ કોમર્શિયલ મેનેજર, પશ્ચિ રેલ્વે, રાજકોટ વિભાગ ફોન ૦૨૮૧-૨૪૫૮૨૬૨ની એક યાદીમાં જણાવાયું છે.

(11:39 am IST)