Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કોરોના કેડો મુકતો નથીઃ રાજકોટ શહેર-જીલ્લામાં આજે ૧૨ના મોત

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે ૨૪ કલાકમાં કોરોનાથી એક જ મૃત્યુની નોંધ : કોરોનાની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૫૧૯ બેડ ખાલી

રાજકોટ, તા. ૧૦: સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો રહ્યો છે ત્યારે તેમાંં રાજકોટ પણ બાકાત નથી .  છેલ્લા ઘણા સમયથી શહેરમાં મૃત્યુ આંકમાં ઘટાડો વધારો થઇ રહ્યો છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં  ૧૨નાં મોત થયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક જ મૃત્યુની નોંધ થઇ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ કોવીડ-નોન કોવીડ થી તા.૯નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૦ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૧૨ દર્દીનાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક મૃત્યુ જાહેર કરવામાં આવતા લોકોમાં ભારે અસમંજસતા ફેલાઇ રહી છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૧૫૧૯ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમંરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે .

(11:37 am IST)