Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

મિઝોરમમાં ભૂકંપના ઝટકા અનુભવાયા : રિક્ટર સ્કેલ પર 3.6 તીવ્રતા નોંધાઈ : લોકોમાં ગભરાહટ

સવારે 6 વાગીને 9 મિનિટ પર આંચકો અનુભવાયો :કેન્દ્ર ચમ્ફાઈ પાસે હતુ.

નવી દિલ્લીઃ મિઝોરમમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના જણાવ્યા મુજબ ભૂકંપના ઝટકા સવારે 6 વાગીને 9 મિનિટ પર અનુભવાયા છે. તેનુ કેન્દ્ર ચમ્ફાઈ પાસે હતુ. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 હતી. જો કે ઝટકા એટલા તેજ નહોતા પરંતુ તેમ છતાં ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા. માહિતી મુજબ હજુ સુધી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકાશનના સમાચાર નથી.

(11:30 am IST)