Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

વિધાનસભા પેટા ચૂંટણી : ઝારખંડ-યુપી માટે કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર

યુપીમાં 7 અને ઝારખંડમાં 2 વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી

નવી દિલ્લીઃ કોંગ્રેસે ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં યોજાનાર વિધાનસભા પેટા ચૂંટણી માટે 6 ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે યુપીમાં 7 અને ઝારખંડમાં 2 વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી થવાની છે. કોંગ્રેસે યુપીની જે સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે તેમાં નૌગાંવ સાદાતથી ડૉ. કમલેશ સિંહ, બુલંદશહરથી સુશીલ ચૌધરી, ટુંડલા એસસીથી સ્નેહલતા, ઘાટમપુર એસસીથી કૃપા શંકર અને દેવરિયાથી મુકુંદ ભાસ્કર મણિ ત્રિપાઠીના નામ શામેલ છે. વળી, ઝારખંડની બેરમો સીટથી કોંગ્રેસે કુમાર જયમંગલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

 યુપી વિધાનસભા પેટાચૂંટણી માટે આજથી નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યની 7 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થવાની છે. પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન થશે. 10 તારીખે મતોની ગણતરી થશે. ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેને એક વિધાનસભા સીટથી ત્યાગપત્ર આપવા અને કોંગ્રેસ ધારાસભ્ય રહેલા રાજેન્દ્ર સિંહના નિધનના કારણે ક્રમશઃ દુમકા અને બેરમો સીટ પર પેટા ચૂંટણી કરાવવાની છે.

(11:26 am IST)