Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

૧૦૦ કરોડથી વધુના ટર્ન ઓવર પર ઇ-ઇન્વોઇસ ફરજીયાત

૧ જાન્યુઆરી ર૦ર૧ થશે નવો નિયમ લાગુ

નવી દિલ્હી તા. ૧૦ :.. નવા વર્ષથી ઇ-ઇન્વોઇસ પ્રણાલીમાં ફેરફાર થવાના છે. હવે ૧ જાન્યુઆરી ર૦ર૧ થી ૧૦૦ કરોડ રૂપિયાથી વધારે ટર્ન ઓવર વાળા ધંધાર્થીઓ માટે બિઝનેસ ટુ બિઝનેસ લેવડ દેવડ માટે ઇ-ઇન્વોઇસ ફરજીયાત બની જશે.

નાણા સચિવ અજય ભુષણ પાંડેએ ગઇકાલે કહયું કે ઇ-ઇન્વોઇસ પ્રણાલી હાલમાં જીએસટી રીટર્ન ભરવા માટે નાના ધંધાર્થીઓ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ધંધાર્થીઓ માટે ફાયદાકારક થશે.

આ ઉપરાંત ૧ એપ્રિલ, ર૦ર૧ થી બધા કરદાતાઓ માટે બિઝનેસ ટુ બિઝનેસ લેવડ દેવડ પર ઇ-ઇન્વોઇસ ફરજીયાત બની જશે. જીએસટી કાયદા હેઠળ આવી લેવડ દેવડ માટે ૧ ઓકટોબરથી પ૦૦ કરોડથી વધારે ટર્ન ઓવરવાળી કંપનીઓ માટે ઇ-ઇન્વોઇસ ફરજીયાત બનાવી દેવાયું છે. પાંડેએ કહયું કે તે ફીઝીકલ ઇન્વોઇસની જગ્યા લેશે. અને ટૂંક સમયમાં ઇ-વે બીલ પ્રણાલીને હટાવી દેશે. ઇ-ઇન્વોઇસ સીસ્ટમ લાગુ થયાના ૭ દિવસમાં ઇન્વોઇસ રેફરન્સ નંબર જનરેશન ૧૬૩ ટકા વધી ગયું છે.

(11:23 am IST)