Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ઝારખંડમાં માઓવાદીઓએ કેન્દ્ર સરકારની આત્મનિર્ભર યોજના વિરુદ્ધ લગાવ્યા પોસ્ટર

આત્મનિર્ભર ભારત યોજનાને મહજ 'લૉલીપૉપ' ગણાવી :ચતરા જિલ્લાના રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોસ્ટરથી દહેશત

રાંચી : ઝારખંડના ચતરા જિલ્લાના રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બજારમાં પ્રતિબંધિત નક્સલી સંગઠન ભાકપા(માઓવાદી)એ પોસ્ટર ચિપકાવીને દહેશત ફેલાવી દીધી, જેમાં સંગઠને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા તેની આત્મનિર્ભર ભારત યોજનાને મહજ 'લૉલીપૉપ' ગણાવી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, માઓવાદીઓએ પોસ્ટર ચિપકાવીને જનતાને સરકારના ઝાંસામાં નહીં આવવાની વાત કહી છે. માઓવાદીઓ દ્વારા વિસ્તારમાં પોસ્ટરબાજીની સૂચના પર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પોસ્ટર હટાવી દીધા.

ગુરૂવારે પણ રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વાધિક નક્સલ પ્રભાવિત કેંદુઆ સહોર ગામમાં માઓવાદીઓના નામ પર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. 12 કલાકમાં બીજીવાર છે જ્યારે શુક્રવારે પ્રતિબંધિત માઓવાદી સંગઠન તરફથી પોસ્ટર લગાવામાં આવ્યા છે.

રાજપુર પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે રાજપુર બજારમાં પોસ્ટર ચિપકાવીને માઓવાદીઓએ પોલીસને ખુલ્લો પડકાર આપ્યો છે. જિલ્લાના રાજપુર પોલીસ સ્ટેશન બિહાર અને ઝારખંડના સરહદી વિસ્તાર છે. નક્સલ પ્રભાવિત વિસ્તાર તરીકે આ વિસ્તાર પહેલાથી જ ચિન્હિત રહ્યો છે.

(11:18 am IST)