Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

કોવિડ-19 વેક્સીનેશન અભિયાન જન આંદોલન બનવું જોઈએ: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

વેક્સીનેશન માટે લાયક દરેક નાગરિકે રસીની જરૂરી માત્રા લેવી તેને પોતાની ફરજ માનવી જોઈએ

નવી દિલ્હી :  ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, કોવિડ -19 વેક્સીનેશન અભિયાન એક જન આંદોલન બનવું જોઈએ અને દરેક લાયક વ્યક્તિને કોઈપણ ડર કે ખચકાટ વગર જરૂરી વેક્સીન લેવાની અપીલ કરી હતી. હૈદરાબાદમાં સ્વર્ણ ભારત ટ્રસ્ટ દ્વારા ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ અને મેડિસિટી હોસ્પિટલ્સના સહયોગથી આયોજિત મફત વેક્સીનેશન કાર્યક્રમનો પ્રારંભ કરતા વેંકૈયા નાયડુએ કહ્યું કે વેક્સીન લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

વેક્સીનનો વિશેની અફવાઓનો વિરોધ કરવા તેમણે કોવિડ -19 વેક્સીનેશન અંગેની અફવાઓ અને આશંકાઓને દૂર કરવામાં અગ્રણી ભૂમિકા ભજવવા જનપ્રતિનિધિઓ, ફિલ્મ અને રમતગમત ક્ષેત્રની હસ્તીઓને વિનંતી કરી હતી. કોવિડ પ્રત્યે જાગૃતિ લાવવા અને યોગ્ય વર્તનને પ્રોત્સાહન આપવા માધ્યમોની મહત્ત્વની ભૂમિકા પર પ્રકાશ પાડતા, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે વેક્સીનેશન માટે લાયક દરેક નાગરિકે રસીની જરૂરી માત્રા લેવી તેને પોતાની ફરજ માનવી જોઈએ.

ખુશી વ્યક્ત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે 6 સપ્ટેમ્બર, 2021 સુધી દેશમાં 71 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ 50 ટકાથી વધુ લોકોને આપવામાં આવ્યો છે.

તેને ટીમ ઈન્ડિયાની ભાવનામાં કેન્દ્ર અને રાજ્યોનો સામૂહિક અને નોંધપાત્ર પ્રયાસ ગણાવતા ઉપરાષ્ટ્રપતિએ ભાર મૂક્યો હતો કે જ્યાં સુધી દરેક નાગરિકને વેક્સીન આપવામાં ન આવે ત્યાં સુધી વેક્સીનેશન મિશને તેની ગતિ ગુમાવવી જોઈએ નહીં. વેંકૈયા નાયડુએ કહ્યું કે એવા સમયે જ્યારે વિકસિત દેશો પણ રોગચાળાનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ભારતે માત્ર સ્વદેશી રીતે સફળતાપૂર્વક વેક્સીનનોનું ઉત્પાદન કર્યું નથી, પરંતુ તે વિશ્વનો સૌથી મોટો મફત રોગપ્રતિકારક કાર્યક્રમ પણ ચલાવી રહ્યું છે. આ ઉપરાંત, 'વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવના સાથે ભારતે સમગ્ર વિશ્વમાં વેક્સીનનોની નિકાસ કરી છે.

(9:20 am IST)