Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

મોન્સૂન નોર્મલ રહેવાની આગાહી : સેન્સેકસ ૮૧,૦૦૦ થવાનો વરતારો

મોદી સરકાર ત્રીજી વખત સત્તારૂઢ થશે એમ સૌ કોઇ છાતી ઠોકીને કહી રહ્યા છે : મતલબ કે ચૂંટણીનું પરિણામ હાલની તારીખે બજાર માટે લગભગ અપ્રસ્તુત કે અપ્રાસંગિક બની ગયું છે

મુંબઇ તા. ૧૦ : શેરબજાર મંગળવારે ૭૫,૦૦૦નો માઇલસ્ટોન સર કરીને પાછું પડ્યું છે. સેન્સેકસ ૩૮૨ પોઇન્ટના ગેપ-અપ ઓપનિંગમાં ૭૫,૧૨૪ની સર્વોચ્ચ સપાટીએ ખૂલી એને જ ઇન્ટ્રા-ડે ટોપ બનાવી ઊંટના ઢેકા જેવી ચાલમાં નીચામાં ૭૪,૬૦૩ થઈ છેવટે ૫૯ પોઇન્ટના નહીંવત ઘટાડે ૭૪,૬૮૪ નજીક બંધ થયું છે. નિફટી ૨૨,૭૬૮ની ઓલટાઇમ હાઈ નોંધાવી ૨૩ પોઇન્ટની પીછેહઠમાં ૨૨,૬૪૩ રહ્યો છે.

બજારનું માર્કેટકેપ ૯૫,૦૦૦ કરોડ રૂપિયાના ઘટાડે ૩૯૯.૯૨ લાખ કરોડ જોવાયું છે. માર્કેટ બ્રેડ્થમાં કમજોરી આવતાં એનએસઈમાં વધેલા ૮૭૩ શેર સામે ૧૩૨૨ જાતો ઘટી છે. સેન્સેકસમાં ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં ૭૫,૦૦૦નો માઇલસ્ટોન સર થતાં ચાર્ટવાળા ગેલમાં આવી ગયા છે. હવે તેમને ૮૧,૦૦૦નું લેવલ દેખાવા માંડ્યું છે. સ્કાયમેટ તરફથી આ વેળાનું મોન્સૂન નોર્મલ રહેવાનો પ્રાથમિક વરતારો આવી ગયો છે. મોદી સરકાર ત્રીજી વખત સત્ત્।ારૂઢ થશે એમ સૌકોઈ છાતી ઠોકીને કહી રહ્યા છે. મતલબ કે ચૂંટણીનું પરિણામ હાલની તારીખે બજાર માટે લગભગ અપ્રસ્તુત કે અપ્રાસંગિક બની ગયું છે. હવે તો નવી સરકાર એના પ્રથમ ૧૦૦ દિવસમાં શું-શું કરશે એની વાતો માંડીને બજારની તેજીને આગળ ધપાવવાની અને તેજીને વાજબી ઠેરવવાની વ્યવસ્થિત કોશિશ શરૂ થઈ ગઈ છે. આની પ્રી-ઇલેકશન રેલીને કેટલું બળ મળે છે એ જોવું રહ્યું, પરંતુ બજાર માટે તાત્કાલિક ટ્રીગર કોર્પોરેટ પરિણામ છે.

બજારે ૭૦થી ૭૫ થવામાં માંડ ૪ મહિનાનો સમય લીધો છે. છેલ્લા ૧૦,૦૦૦ પોઇન્ટનો વધારો આશરે નવ મહિનામાં તો ૫૦થી ૭૫ હજાર થતાં લગભગ બે વર્ષ કે ૭૧૯ દિવસ બજારને લાગ્યા છે. છેલ્લા ૮૨ દિવસમાં શેર આંક ૫૦૦૦ પોઇન્ટ વધ્યો એમાં રિલાયન્સ, સ્ટેટ બેન્ક, ભારતી એરટેલ અને ટીસીએસ જેવા માત્ર ચાર શેરનો ફાળો ૬૧.૪ ટકા કે ૩૦૭૨ પોઇન્ટનો છે

(11:34 am IST)