Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

દુર્ગમાં બસ ખાણમાં પડીઃ ૧૧ના મોત

ખાણમાંથી બહાર કાઢવામાં આવેલા ઘાયલોની તાત્‍કાલીક સારવાર શરૂ કરવામાં આવી છે

દુર્ગ,તા. ૧૦: દુર્ગ જિલ્લામાં કેડિયા ડિસ્‍ટિલરીના ૪૦ કર્મચારીઓને લઈને કુમ્‍હારીથી ભિલાઈ પરત ફરી રહેલી બસ મંગળવારે રાત્રે ૯ વાગ્‍યે ખાણમાં પડી ગઈ હતી. આ અકસ્‍માતમાં ૧૧ લોકોના મોત થયા છે, જયારે ૧૬ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ડીઆરએફ અને પોલીસની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, બસ પરત ફરતી વખતે મુરુમ ખાણમાં ૫૦ ફૂટ નીચે પડી હતી.

ખાણમાંથી બહાર કાઢવામાં આવેલા ઘાયલોની તાત્‍કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે. કેટલાક લોકો બસની નીચે દટાયા છે. રેસ્‍ક્‍યુ ટીમ કેટલાક લોકોને બહાર કાઢીને હોસ્‍પિટલ લઈ ગઈ છે. આ અકસ્‍માત ફેક્‍ટરીથી અડધા કિલોમીટરના અંતરે થયો હતો. ગંભીર રીતે ઘાયલોને રાયપુર મોકલવામાં આવ્‍યા છે. તેમજ કેટલાક લોકોને પ્રાથમિક સારવાર માટે ધામડાના આરોગ્‍ય કેન્‍દ્રમાં મોકલવામાં આવ્‍યા છે. કુમ્‍હારી, ભિલાઈ ૩ અને રાયપુરના પોલીસ દળો ઘટનાસ્‍થળે પહોંચી ગયા છે. રાજયના મુખ્‍યમંત્રી વિષ્‍ણુ દેવ સાઈએ આ ઘટના પર ઊંડું દુઃખ વ્‍યક્‍ત કર્યું છે.

(10:57 am IST)