Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

હેલિકોપ્ટર ક્રેશની તપાસ એર માર્શલ માનવેન્દ્રસિંહ કરશે

તામિલનાડુમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું : તપાસમાં સેનાની ત્રણે પાંખના અધિકારીઓ પણ સામેલ હશે, માનવેન્દ્રસિંહ પોતે પણ હેલિકોપ્ટરના પાયલોટ છે

નવી દિલ્હી, તા.૯ : તામિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાની તપાસ એર માર્શલ માનવેન્દ્રસિંહની અધ્યક્ષતામાં કરવામાં આવશે અને આ તપાસમાં સેનાની ત્રણે પાંખના અધિકારીઓ પણ સામેલ હશે.

એર માર્શલ માનવેન્દ્રસિંહ હાલમાં એરફોર્સના ટ્રેનિંગ કમાન્ડના ચીફ છે.સાથે સાથે તેઓ પોતે પણ હેલિકોપ્ટર પાયલોટ છે.

સંસદમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ અંગેની જાણકારી આપી હતી.તેમણે કહ્યુ હતુ કે, એમઆઈ-૧૭ હેલિકોપ્ટરો ગઈકાલે સવારે ૧૧-૪૮ કલાકે સુલુર એરબેઝ પરથી ઉડાન ભરી હતી અને તે ૧૨-૧૫ વાગ્યે આર્મીની વેલિંગ્ટન કોલેજ ખાતે ઉતરવાનુ હતુ પણ સુલુર એરબેઝના ટ્રાફિક કંટ્રોલ સાથે તેનો ૧૨-૦૮ વાગ્યે સંપર્ક તુટી ગયો હતો.એ પછી સ્થાનિક લોકોએ આગના ભડકા જંગલોમાં જોયા હતા અને ત્યાં દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની સહિત ૧૩ લોકોના નિધન થયા છે.

(7:10 pm IST)