Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

દિલ્હીમાં પ્રદૂષણનો સામનો કરવા સ્મૉગ ટાવર લગાડાશે :મંત્રીમંડળની બેઠકમાં લેવાયો નિર્ણંય

હવે કાપવામાં આવેલા વૃક્ષોમાંથી 80% ટ્રાંસપ્લાંટેશન કરવા પડશે

 

નવી દિલ્હી : દિલ્હીમાં પ્રદુષણનો સામનો કરવા માટે દિલ્હી કેબિનેટે બે મહત્વપૂર્ણ નિર્ણય લીધાં છે. દિલ્હીમાં સ્મોગ ટાવર લગાવવામાં આવશે અન ટ્રી ટ્રાંસપ્લાંટેશન પોલીસી હેઠળ હવે કાપવામાં આવેલા વૃક્ષોમાંથી 80% ટ્રાંસપ્લાંટેશન કરવા પડશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાણકારી આપતા જણાવ્યું કે, કેબિનેટે નિર્ણય લીધો છે કે દિલ્હીની અંદર એક સ્મોગ ટાવર લગાવવામાં આવશે. સ્મોગ ટાવર દુનિયાનો બીજો સ્મોગ ટાવર હશે. પહેલો સ્મોગ ટાવર ચીનમાં લાગ્યો હતો અને બીજો અહીં લાગી રહ્યો છે.

  કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં બે સ્મોગ ટાવર લાગી રહ્યાં છે, એક કેન્દ્ર સરકાર લગાવી રહી છે અને એક દિલ્હી સરકાર લગાવી રહી છે. કેન્દ્ર સરકાર જે સ્મોગ ટાવર લગાવી રહી છે તે આનંદ વિહારમાં લાગશે અને દિલ્હી સરકાર તરફથી કનોટ પ્લેસમાં સ્મોગ ટાવર લગાવવામાં આવશે. જોકે સ્મોગ ટાવરની ટેક્નોલોજી ચીનથી અલગ છે.

ચીનના સ્મોગ ટાવરની ટેક્નોલોજીમાં ટાવર નીચેથી હવા ખેંચે છે અને હવાને સાફ કરીને ઉપર ફેંકે છે. જ્યારે દિલ્હી સરકાર જે સ્મોગ ટાવર લગાવી રહી છે તે ઉપરથી હવા ખેંચશે અને તે હવાને સાફ કરીને નીચે ફેંકશે. જેથી લોકોને નીચે સાફ હવા મળી શકે. આવી રીતનો પહેલો સ્મોગ ટાવર હશે.

સ્મોગ ટાવરને લગાવવા માટે દિલ્હી કેબિનેટે 20 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવનારા 10 મહીનાની અંદર બનીને તૈયાર થઈ જશે. દિલ્હી સરકારનું કહેવું છે કે, એક પાયલટ પ્રોજેક્ટ છે અને જો સફળ થયો તો ફરીથી પ્રકારના ઘણાં સ્મોગ ટાવર દિલ્હીમાં લગાવવામાં આવશે.

સાથે દિલ્હી કેબિનેટે ટ્રી ટ્રાંસપ્લાંટેશન પોલીસી પણ પાસ કરી દીધી છે. કેજરીવાલે જણાવ્યું કે, હે એક પેડ કાપવાના બદલામાં 10 છોડ લગાવવા પડશે. તે સિવાય તેમાંથી 80% વૃક્ષોનું ટ્રાંસપ્લાન્ટેશન કરવું પડશે. દિલ્હી સરકાર ટ્રી ટ્રાંસપ્લાન્ટેશન કરનારી એજન્સીની એક પેનલ બનાવશે અને સંબંધિત વિભાગ તેમાંથી કોઈ એજન્સી પાસે કામ કરાવી શકશે.

ઉલ્લેખનિય છે કે, દિલ્હી સરકારે પ્રદુષણ સામે 'યુદ્ધ પ્રદુષણની વિરુદ્ધ' અભિયાન શરૂ કર્યું છે. હાલમાં ઈલેક્ટ્રોનિક્સ વ્હીકલ્સ પોલીસી લાગૂ કરવા, ટ્રી ટ્રાંસપ્લાન્ટેશન અને પરાળીનો સામનો કરવા બાયો ડિકમ્પોઝર ટેક્નોલોજી સહિત ઘણાં નિર્ણયો પ્રદષણને ધ્યાનમાં રાખીને લીધાં છે.

(12:23 am IST)