Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ભાજપમાંથી ટિકિટ નહિ મળતા ધારાસભ્યનો આજીવન અન્નનો ત્યાગ !! : માત્ર ફળાહર કરશે

અમનૌરના ધારાસભ્ય શત્રુઘ્ન તિવારી ઉર્ફે ચોકર બાબાની ટિકિટ કપાઈ : ભાજપે તેને જ ટિકિટ આપી જેને ચોકર બાબાએ હરાવ્યા હતા : પાર્ટીમાં લોકતંત્ર ખતમ થયાનો આક્ષેપ કર્યો

 

બિહાર વિધાનસભાની ચૂંટણી દિવસેને દિવસે રોચક થતી જાય છે. સારણ જિલ્લાના અમનૌર વિધાનસભામાંથી ભાજપના ધારાસભ્ય શત્રુઘ્ન તિવારી ઉર્ફ ચોકર બાબાની ટિકિટ કપાઈ જતાં ભારે ખોટુ લાગી ગયુ છે, તેમણે આજીવન અન્નનો ત્યાગ કરવાનું નક્કી કર્યુ છે. અને તેઓ ફક્ત ફળાહાર પર રહેશે. ચોકર બાબાનો નિર્ણય હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ચોકર બાબાનું કહેવુ છે કે, ભાજપે તેને ટિકિટ આપી જેને તેમણે હરાવ્યા હતા.

ધારાસભ્યનું કહેવુ છે કે, તે સિટિંગ ધારાસભ્ય છે અને ચૂંટણીની તૈયારીમાં પણ હતા, વિસ્તારની જનતાની વચ્ચે જઈને કામ કરતો રહુ છું. તેમના દ્વારા ચલાવવામાં આવતી રસોઈથી હજારો લોકોને ખાવાનું મળ્યુ છે. તેમની લોકપ્રિયતા પણ ખૂબ વધી હોવાનો દાવો કર્યો છે. વાત સાંસદોને ખટકતી રહી છે, જેના કારણે તેમની ટિકિટ કપાઈ ગઈ છે.

તેમણે કહ્યુ હતું કે, તેઓ સંન્યાસી માફક જીંદગી જીવે છે અને વિરોધ પણ સંન્યાસીની માફક કરશે. તેથી તેઓ આજીવન અન્નનો દાણો પણ અડે, ફક્ત ફળો પર જીવન ગુજારશે. તેમણે પાર્ટીમાં લોકતંત્ર ખતમ થયુ હોવાનું પણ દાવો કર્યો હતો.

 

(11:00 pm IST)