Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ભારત-અમેરિકા બાદ હવે પાકિસ્તાનમાં પણ TikTok પર પ્રતિબંધ

અનૈતિક, અભદ્ર અને અશ્લીલ સામગ્રી મોટાપાયે ફરિયાદ મળ્યા બાદ પગલું લીધું

નવી દિલ્હી : ભારત અને અમેરિકા બાદ પાકિસ્તાનમાં પણ ચાઇનીઝ એપ TikTok ને બેન કરાઈ છે,સમાચાર એજન્સી એએનઆઇએ જિયો ન્યૂઝના હવાલેથી જણાવ્યું છે કે પાકિસ્તાનના ટેલીકમ્યુનિકેશ ઓથોરિટી એ ચીની એપ ટિકટોકને પોતાના દેશમાં બ્લોક કરી કરી દીધી છે. પાકિસ્તાનમાં ટિકટોક પર પીરસવામાં આવનાર સામગ્રીને લઇને ફરિયાદો મળી છે ત્યારબાદ ઇમરાન સરકારે ચીની એપને મુલ્કમાં બેન કરી દેવામાં આવી છે. 

રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનના ટેલીકોમ્યુનિકેશન ઓથોરિટીએ અનૈતિક, અભદ્ર અને અશ્લીલ સામગ્રી મોટાપાયે ફરિયાદ મળ્યા બાદ ટિકટોકને ચેતાવની આપી હતી. ઓથોરિટીના એક નિવેદનમાં કહ્યું હતું કે આ પ્લેટફોર્મની સામગ્રીનું 'સમાજ અને ખાસકરીને યુવાનો પર ખૂબ જ નકારાત્મક અસર' પડી રહી છે. જોકે હવે પાકિસ્તાન સરકારે ચીનની સાથે પોતાની મિત્રતા ભૂલી મુલ્કના યુવાનો પર પડનાર નકારાત્મક અસરને ધ્યાનમાં રાખી અને એપને બેન કરી દીધી. 

 જોકે PTA એ પણ કહ્યું કે જો ટિકટોકથી વલ્ગારિટીવઆળી સામગ્રી રિમૂવ થાય છે તો ઓથોરિટી બેનના નિર્ણય પર ફરીથી વિચાર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહ પાકિસ્તાન સૂચના મંત્રી શિબલી ફરાજએ જણાવ્યું કે ટિકટોકને લઇને પ્રધાનમંત્રી ઇમરાન ખાન તમામ દફા ByteDance સાથે વાત કરી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે 'ટિકટોક' ડેટા સિક્યોરિટીની ચિંતા નથી, પરંતુ તે દેશમાં તેજીથી ફેલાઇ રહેલી અશ્લીલતા ને લઇને ચિંતિત છે. 

(9:39 pm IST)