Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

પાકિસ્તાનને એરક્રાફ્ટની ગુપ્ત માહિતી આપતો કર્મી ઝડપાયો

એચએએલના નાસિક યુનિટથી ધરપકડ કરાઈ : ISI એરકાફ્ટ સંબંધિત ગોપનીય જાણકારી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને આપતો હોવાનો આક્ષેપ

અમદાવાદ, તા. ૬ : મહારાષ્ટ્ર એટીએસે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના એક કર્મચારીની ગોપનીય જાણકારી લીક કરવાના આરોપ સહ ધરપકડ કરી છે. ૪૧ વર્ષીય દીપક શ્રીસથ પર આરોપ છે કે તે એચએએલ એરકાફ્ટ સંબંધિત ગોપનીય જાણકારી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને આપતા હતા. તેની એચએએલના નાસિક યુનિટથી ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી, એટીએસ વિનય રાઠોડ મુજબ આ મામલે તેમની પાસે ચોક્કસ માહિતી આવી હતી. જે મુજબ એચએએલમાં કામ કરતા દીપક શિરસાત જે અહીં આસીસ્ટન્ટ સુપરવાઇઝર તરીકે કામ કરે છે તે સોશિયલ મીડિયાની મદદથી એચએએલ એરક્રાફ્ટ અને ફાઇટર જેટની જાણકારી પાકિસ્તાનને આપતા હતા. અને તેની સિક્રેટ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અને આ અંગે તપાસ ચાલી રહી છે. એટીએસના સુત્રોના જણાવ્યા મુજબ દીપક પર સૂચના લીક કરવાની જાણકારી મળી છે. તે ભારતીય યુદ્ધ જહાજો સંબંધિત એક વિદેશી વ્યક્તિને જાણકારી આપતો હતો. ધરપકડ અને લાંબી પૂછપરછ પછી દીપકે જણાવ્યું કે તે સતત પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં હતા.

             અને તે ત્યાં સંવેદનશીલ જાણકારી આપતો હતો. આ સિવાય એચએએલ સંબંધિત અન્ય જાણકારી પણ તે આઈએસઆઈને આપી રહ્યો હતો. દીપક નાસિક અને ઓઝાર સ્થિત એચએએલની મેન્યૂફેક્ચરિંગ યુનિટ અને તેના પ્રતિબંધિત વિસ્તારોની જાણકારી પણ લીક કરી રહ્યો હતો. દીપકની વિરુદ્ધ અધિકૃત સીક્રેટ એક્ટ ૧૯૨૩ના સેક્શન ૩,૪ અને ૫ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. અને તેની પાસેથી પાંચ સીમ, ત્રણ મોબાઇલ અને બે મેમરી કાર્ડ પણ મળી આવ્યા છે. જેને ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે. માનવામાં આવે છે કે આ દ્વારા તે અનેક માહિતી ત્યાં મોકલાઇ ચૂક્યો છે. મહારાષ્ટ્રના એટીએસએ દીપક શ્રીસથને શુક્રવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. અને ત્યાંથી તેને ૧૦ દિવસ માટેની એટીએસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

(9:00 pm IST)