Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

અર્નબ ગોસ્વામી તથા રિપબ્લિક ટીવી દ્વારા પ્રસારિત કરાતા ગુનાહિત સમાચારો ઉપર રોક મુકવા દિલ્હી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી : સુશાંત રાજપૂતના અવસાન અંગે લોકોને ગેરમાર્ગે દોરતા સમાચારો પ્રસિદ્ધ કરી ન્યાયતંત્રમાં અવરોધ ઉભો કર્યાનો આરોપ : આગામી સુનાવણી 27 નવેમ્બરના રોજ

ન્યુદિલ્હી : અર્નબ ગોસ્વામી તથા  રિપબ્લિક ટીવીને ગુનાહિત સમાચારો ની તપાસને લાગતો પ્રોગ્રામ અટકાવી દેવા દિલ્હી હાઇકોર્ટમાં  જાહેર હિતની અરજી કરવામાં આવી છે.
આ અરજીમાં ગુનાખોરીને લગતા કોઈપણ સમાચાર રિપબ્લિકન  ટીવી ઉપર પ્રસારિત ન કરવા તેવી સૂચના આપવા કેન્દ્ર સરકારને અરજ કરાઈ છે.
પિટિશનરે કરેલી રજુઆત મુજબ અર્નબ ગોસ્વામીની રિપબ્લિકન ટીવી ઉપર સુશાંત સિંહ રાજપૂતના અવસાન અંગે લોકોને ગેરમાર્ગે દોરતા સમાચારો દર્શાવાયા હતા.જે બાબત ન્યાયતંત્રમાં અવરોધરૂપ જણાઈ હતી.અને માત્ર  ટીઆરપી વધારવાના હેતુથી સમાચારો દર્શાવાઈ રહ્યા હોવાનું જણાયું હતું.આગામી સુનાવણી 27 નવેમ્બર ઉપર રાખવામાં આવી છે.તેવું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

(8:29 pm IST)