Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

હોય નહીં... કોરોનાની રસી સ્‍ટોર કરવા અમુક રાજ્‍યો પાસે પૂરતા કોલ્‍ડ સ્‍ટોરેજ ન નથી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા આગામી કેટલાક મહિનાઓમાં કોરોના વાઇરસની રસી મોટાપાયા પર ઉપલબ્ધ કરાવવામાં આવનારી છે. તેના પગલે હવે બીજો મોટો પ્રશ્ન તે ઊભો થયો છે કે રસીઓ તો આવી જશે પરંતુ તેને સ્ટોર ક્યાં કરશુ. તેમા પણ રસીઓને રાખવા માટે તો મોટાપાયા કોલ્ડ સ્ટોરેજની જરૂર પડવાની છે. તેની સામે દેશમાં તેટલા પ્રમાણમાં કોલ્ડ સ્ટોરેજ જ નથી.

સમગ્ર દેશનું રસીકરણ કરવાનું હોઈ રસીઓને નિશ્ચિત તાપમાન જાળવવા સમગ્ર દેશમાં મોટાપાયા પર કોલ્ડ સ્ટોરેજની જરૂર પડશે. તેની સાથે રસીઓના પરિવહન માટે રેફ્રિજરેટેડ વાનની પણ મોટાપાયા પર જરૂર પડશે.

ગુજરાતમાં પણ રસીને સ્ટોરેજ કરવાની પૂરતી ક્ષમતા નથી

ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, કેરળ, તેલંગણા, દિલ્હી, આસામ ઝારખંડ અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં રસીને સ્ટોર કરવા માટે પૂરતા પ્રમાણમાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા જ નથી. સરકારને હવે આ સ્થિતિનું ભાન થતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આવા રાજ્યોમાં કોલ્ડ સ્ટોરેજની સગવડ વધારવાનો નિર્ણય કર્યો છે. આના કહેવાય આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવુ.

સરકારે રસી સ્ટોર કરવા માટે અલગ-અલગ જગ્યાઓ પર કોલ્ડ સ્ટોરેજની સગવડો મળી રહે તે માટે તપાસ શરૂ કરી દીધી છે. આ માટે નેશનલ એક્સ્પર્ટ જૂથને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ ગ્રુપ ફાર્માસ્યુટિલ સેક્ટર, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, એગ્રો બિઝનેસની સાથે સ્વિગી અને ઝોમેટો જેવી સ્ટાર્ટઅપ કંપની સાથે વાતચીત કરીને તમામ વ્યવસ્થાઓ ચકાસી રહી છે.

રસીના પરિવહન માટે રેફ્રિજરેટેડ વાનની જરૂર પડશે

આ ઉપરાંત રસી સ્ટોર કરવા માટે દરેક રાજ્યોમાં જિલ્લા કક્ષાએ સ્ટોરેજ અને મોટા ફ્રિજવાળી સગવડો પણ શોધાઈ રહી છે. શૂન્યથી માઇનસ 80 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રાખી શકાય તેવા કોલ્ડ સ્ટોરેજ શોધાઈ રહ્યા છે, જેતી રસીને બેથી આઠ ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં સ્ટોર કરી શકાય.

રસી આવ્યા પછી છ મહિનામાં દેશની 18 ટકા વસતીને રસી લગાડવાની યોજના છે. તેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રસી મુખ્યત્વે લિક્વિડ ફોર્મમાં મળશે. તેમાથી કેટલીક ફ્રીઝ-ફ્રાઇડ પણ હોઈ શકે છે. ઇન્જેક્શન દ્વારા બે ડોઝ આપવામાં આવશે. કેટલીકમાં રસીના બેથી વધુ ડોઝ આપવાની જરૂર પણ પડી શકે છે, જેના મલ્ટિ ડોઝ વાયઝ તમામ જગ્યાએ પહોંચાડાશે. તમામ રસીને રાખવા માટે કેટલા કોલ્ડસ્ટોરે જોઈશે તેની ગણતરી કરવામાં આવી રહી છે.

(5:41 pm IST)