Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

અમેરિકા રાજુભાઇ પટેલના નૂતન વિમાનમાં SGVP ગુરુકુલના સંતોએ ઠાકોરજીને પધરાવી આરતિ ઉતારી

જ્યોર્જિયા (USA) તા.૪ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ SGVP ગુરુકુલની શાખા અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના   સવાનાહમાં સરોવર કિનારે  શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર આવેલ છે.

સ્વામિનારાયણ સનાતન મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનાારાયણ, બાજુમાં લક્ષ્મીનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ, સીતારામ સહિત ૧૮  મૂર્તિઓ  શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે પધરાવવામાં આવી છે. તેમાં  સીતારામની મૂર્તિના દાતા ચરોતર પ્રદેશના નાના એવા ગામના રાજૂભાઇ વલ્લભભાઇ પટેલ છે. તેણે પોતે પોતાનું નવું પ્લેન લીધેલ છે.

    રાજૂભાઇના મોટા દિકરા લવનું સ્વપ્ન હતું કે મારે નવું પ્લેન ખરીદી તેમાં ઠાકોરજીને અને સંતો તથા તેના માતા પિતા અને દાદા દાદી વગેરને બેસાડી મુસાફરી કરાવવી.

ભગવાનની કૃપાથી અને દ્રઢ મનોબળથી તેનું સ્વપ્ન સિદ્ધ થતા સવાનાહ SGVP ગુરુકુલની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરનુ સંચાલન કરતા શ્રી વેદાંતસ્વરુપદાસજી અને કૃષ્ણજીવનદાસજી સ્વામીને તેડાવી, નૂતન પ્લેનમાં ઠાકોરજીને અને સંતોની પધરામણી કરાવી હતી

  અા પ્રસંગે SGVP ગુરુકુલ દર્શનમ્ સસ્કૃત મહાવિદ્યાલયના પૂર્વ પ્રાધ્યાપકો પુજારી શ્રી તુષારભાઇ વ્યાસ અને અંકિતભાઇ રાવલે જનમંગલ સ્તોત્ર અને વેદના ગાન સાથે  નૂતન વિમાનની બેય પાંખે કુમકુમનો ચાંદલો સાથિયા કર્યા હતા. સંતોએ પ્લેનમા ઠાકોરજીને પધરાવી શ્રીફળ વધેરીને આરતિ ઉતારી હતી.

લવ પટેલે ઠાકોરજી સાથે સંતોને પ્લેનમાં સફર કરાવ્યા બાદ તેના માતા પિતા, દાદા દાદીને નૂતન પ્લેનમાં સફર કરાવી હતી.

(4:06 pm IST)