Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ઋષીકેશમાં યોગ શીખવા આવેલી એક વિદેશી મહિલા પર બળાત્કાર

વારંવાર દુષ્કર્મ કરાયાનો મહિલાનો આરોપ

 હરિદ્વાર, તા.૯: ઉત્તર પ્રદેશના ઋષીકેશમાં યોગ શીખવા આવેલી એક મહિલાએ પોતાના પર વારંવાર રેપ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અપરાધમાં જે યુવાન સંડોવાયેલો હોવાનો આક્ષેપ થયો છે એ અભિનવ રાઙ્ખય નાસતો ફરતો હતો.

૩૭ વર્ષની આ મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે હું થોડા દિવસ પહેલાં યોગ શીખવા ઋષીકેશ આવી હતી. ઋષીકેશ નિવાસી અભિનવ રોય મને એના ઘરની બાલકનીમાંથી અંદર ઓરડામાં દ્યસડી ગયો હતો અને મારા પર વારંવાર રેપ કર્યો હતો.

મુની કી રેતી પોલીસ સ્ટેશનના પ્રવકતા આ કે સકલાની એ જણાવ્યા મુજબ આ મહિલાને નશો કરવાનું અને યોગ શીખવાનું ગમતું હતું એટલે ઋષીકેશ આવી હતી. આ મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અભિનવના પિતા મારા પર આ કેસ પાછો ખેંચી લેવાનું દબાણ કરી રહ્યા હતા. આ મહિલા અભિનવ રોયના સંપર્કમાં શી રીતે આવી અને ખરેખર આ ઘટના શી રીતે આકાર પામી એની વિગતો હજુ જાણવા મળી નહોતી. પોલીસ તપાસ ચાલુ છે.

(3:54 pm IST)