Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ટ્રમ્પના કહેવાથી હું કયારેય રસી ન લઉં

ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ કહે છે

વોશિંગ્ટન : યુટાના સ્વેલ્ટલકે સીટીમાં અમેરિકન ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણી માટેના ઉમેદવારો વચ્ચે થયેલી ચર્ચામાં કોરોનાનો મુદો છવાયેલો રહ્યો.

રિપબ્લીકન ઉમેદવાર સેનેટર કમલા હેરિસે સ્પષ્ટ પણે જણાવી દીધુ કે ટ્રમ્પના કાર્યકાળમાં કોરોના વેકસીન આવે તે એક ભ્રમ છે. હેરિસે કહ્યુ કે જો જાહેર આરોગ્ય અધિકારી ડોકટર ફોસી જેવા લોકો રસી લેવાની સલાહ આપે તો હું તે લઉં, બાકી ટ્રમ્પના કહેવાથી હું કયારેય નથી લેવાની. ચર્ચા માટે તેમની સામે ઉપસ્થિત રિપબ્લીકન પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ માઇક પેસે કહ્યું કે કમલા જનતા મનમાં રસીનું મહત્વ ઘટાડી રહી છે.

ડીબેટ દરમ્યાન બંને ઉમેદવારોએ જાતીભેદ, ટેક્ષ, આરોગ્ય અને અર્થવ્યવસ્થાના મુદ્દાઓ પર એકબીજા સામે જોરદાર નિશાન તાકયા. કમલાએ ઘણા મુદ્દે આક્રમક હુમલાઓ કર્યા જેમાં ટ્રમ્પ, પ્રશાસન દ્વારા એફોર્ડેબલકેર એકટ, હેલ્થકેર એકટ કાયદાને નાબૂદ કરવાના પ્રયાસો પણ સામેલ હતા.

(3:54 pm IST)