Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કોરોનાની સારવારમાં આયુર્વેદના દાવા સામે ડોકટરોએ કેન્દ્ર સરકાર પાસે સાબીતી માંગી

કોરોના વાયરસના ઉપચારમાં આયુર્વેદથી લાભ મળતા હોવાના કેન્દ્રના દાવાથી વિવાદ ઉભો થયો

નવી દિલ્હી, તા.૯ : કોરોના વાયરસની સારવારમાં આયુર્વેદથી લાભ થતો હોવાના દાવા પર હવે તબીબોએ કેન્દ્ર સરકારને પડકાર ફેંકી પુરાવા સાબિતી માંગી છે.

ડોકટરોએ જણાવ્યું છે કોઇ વૈજ્ઞાનિક અભ્યાસ વગર કોવિડની સારવારનો દાવો કેવી રીતે કરી શકાય ? ડબલ બ્લાઇડ કન્ટ્રોલ સ્ટર્ડીઝના પરિણામથી હજુ પણ સાર્વજનીક નહીં થઇ શકયું.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વધનને આઇએમએએ એક પત્ર લખ્યો છે. જેમાં ડોકટરોએ જણાવ્યું છે કે જો સાબીતી કે પુરાવા ઉપલબ્ધ નહીં કરાવાય તો સરકારના દાવા જનતા સામે જોયા જેવું ગણાશે.

આઇએમએના સુત્રોએ જણાવ્યું છે કે સ્વાસ્થ્ય મંત્રી વૈજ્ઞાનિક સિદ્ધાંતો ઉપર જાણ કરે અને તેના અભ્યાસ જાહેર કરે જેથી જેના દ્વારા સાબિત થાય કે કોરોના સંક્રમિતોને આયુર્વેદકી દવા અસર થાય છે.

(3:38 pm IST)