Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

GDPમાં ૯.૫ ટકા ઘટાડાનું અનુમાન

બીજા કવાર્ટરમાં અર્થતંત્રમાં વેગ આવશે : જાન્યુ.-માર્ચ ગાળામાં ઇકોનોમી સકારાત્મક દાયરામાં પહોંચશે : સારા ચોમાસાને કારણે અનાજનું ઉત્પાદન વિક્રમજનક થશે

કોવિડ-૧૯ અને લોકડાઉને ભારત સિત દુનિયાની અર્થવ્યવસ્થાને હચમચાવી દીધી છે. ચાલૂ નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક પછી દેશમાં આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થઇ રહ્યો છે, જેના સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યાં છે.

 RBIના ગર્વનર શકિતકાંત દાસે ધિરાણ નીતિની બેઠકમાં આશા વ્યકત કરી છે કે જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧ એટલે કે ચાલૂ નાણાંકીય વર્ષના અંતિમ અને ચોથા ત્રિમાસિકમાં GDPના ગ્રોથમાં સકરાત્મક જોવા મળી શકે છે. જો કે RBI ગર્વનરે એ પણ શકયતા વ્યકત કરી કે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં GDP ગ્રોથ શૂન્યથી ૯.૫ ટકા નીચે રહી શકે છે. RBIએ પોતાની ધિરાણ નીતિની બેઠકમાં અનુમાન લગાવ્યો છે કે જૂલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં GDP ગ્રોથમાં સુધાર ઘણો ઓછો જોવા મળી શકે છે. MPC એ પણ આશા રાખી છે કે ઓકટોબર પછી GDP ગ્રોથમાં તેજી જોવા મળી શકે છે. RBI ગર્વનરે એમ પણ કહ્યું છે કે ચાલૂ નાણાંકીય વર્ષના બીજા છ માસિકમાં GDP ગ્રોથમાં કોવિડનો પ્રભાવ ઓછો દેખાશે.  દેશભરમાં સારા મોનસૂન હેઠળ રેકોર્ડેબલ કૃષિ ઉત્પાદન થવાનું અનુમાન છે. રવિ પાકનું ઉત્પાદન સારુ થવાની આશા છે. જેનાથી ગ્રામિણ અર્થવ્યવસ્થા અને માંગમાં તેજી જોવા મળશે. કૃષિની સાથે કન્ઝયુમર અને ફાર્મા સેકટરમાં તેજ વૃદ્ઘિનું અનુમાન લગાવામાં આવ્યું છે. RBIના ધિરાણ નીતિ સમીક્ષા બેઠકમાં કોવિડ-૧૯થી વધારે મહત્વ અર્થવ્યવસ્થાને રિવાઇવલ પર આપવા અંગે ચર્ચા કરવામાં આવી, જે સારા સંકેત છે.

(3:37 pm IST)