Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

રાજસ્થાન : જમીન વિવાદમાં પુજારીને જીવતા સળગાવી દેવાયા

આ લિંચિંગ અંગે કોઇ નેતા રાજસ્થાન જશે?: લોકોમાં આક્રોશ

કરૌલી તા. ૯: રાજસ્થાનના કરૌલીમાં એક સાધુને જીવતો સળગાવી નાખવાનો મામલો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે જમીન વિવાદના કારણે મંદિરના પૂજારીને જીવતા સળગાવી દેવાયા છે. પુજારીનું નામ બાબુલાલ ગણાવામાં આવી રહ્યું છે. પુજારીનું નામ બાબુલાલ છે. રીપોર્ટમાં જણાવાયું છે કે તેમનું મોત પહેલા બાબુલાલે પોલીસે નિવેદન આપ્યું છે કે કૈલાશ મીના અને તેના પુત્રએ તેની જમીન પર કબ્જો કરવાના પ્રયત્નો કર્યા હતા. આ દરમ્યાન બાબુલાલ અને કૈલાશ જીણા વચ્ચે લડાઇ થઇ અને ત્યારબાદ તેઓએ આગના હવાલે કર્યા. જીવતા સળગાવાયા હોવાને કારણે બાબુલાલની સ્થિતિ અત્યંત ગંભીર છે. કરૌલીનાં પોલિસ અધિક્ષક મૃદુલ કરછવા એ આ વાતની જાણકારી આપી છે. જાણવા મળી રહ્યું છે કે જમીન અંગે આ વિવાદ ચાલી રહ્યો હતો.

આ મામલે પોલિસે ઘટના સ્થળ પર જઇ અનેક પુરાવા એકત્રિત કર્યા છે. આ અંગે મૃતક બાબુલાલના સંબંધી રામાકાંત શર્માએ કહ્યું કે પોલીસે આ મામલે ફકત એક આરોપીને જ પકડયો છે. જયારે આરોપીનો સંપૂર્ણ પરિવાર આ હત્યાકાંડમાં સામેલ છે.

(3:37 pm IST)